Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

હોકીમાં ધમાલઃ ખેલાડીઓએ એકબીજાના ગળા દબાવ્‍યા, કાઠલા પકડયા

ઈંગ્‍લેન્‍ડ અને કેનેડા વચ્‍ચેના મેચમાં

નવીદિલ્‍હીઃ કોમનવેલ્‍થ ગેમ્‍સમાં હોકીના મેચ દરમિયાન કુસ્‍તી જેવી સ્‍થિતિ સર્જાઈ હતી. તે પણ -ોફેશનલ રેસલિંગની જેમ, જ્‍યાં બે ખેલાડીઓ એકબીજાના ગળા અને જર્સી પકડેલા જોવા મળ્‍યા હતા.

મેન્‍સ હોકી મેચમાં યજમાન ઈંગ્‍લેન્‍ડ અને કેનેડા સામસામે હતા. કેનેડા પહેલા જ મેડલની રેસમાંથી બહાર થઈ ગયું હતું, જ્‍યારે સેમિફાઈનલમાં ઈંગ્‍લેન્‍ડનું સ્‍થાન નિ?તિ થઈ ગયું હતું. તેમ છતાં, ઇંગ્‍લિશ ટીમે આક્રમક રમત રમી હતી અને બીજા ક્‍વાર્ટર સુધીમાં જ ૪-૧ની સરસાઈ મેળવી લીધી હતી. પાછળ રહેવા છતાં કેનેડાના ખેલાડીઓ પણ પૂરો જોર લગાવી રહ્યા હતા.

ઇંગ્‍લેન્‍ડનો ફોરવર્ડ સતત કેનેડિયન ગોલને ભેદવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જ્‍યારે કેનેડિયન ડિફેન્‍ડર પોતાની જાન લગાવી તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આવો જ એક પ્રયાસ કેનેડાના ગોલના સર્કલ પાસે થયો હતો, જ્‍યાં ઈંગ્‍લેન્‍ડના ક્રિસ્‍ટોફર ગ્રિફિથ્‍સ અને કેનેડાના બલરાજ પાનેસર સામસામે આવી ગયા હતા. જ્‍યારે ગ્રિફિથ્‍સ બોલ પછી દોડવા માટે વળ્‍યા, ત્‍યારે પાનેસરે તેને રોકવા માટે એક હોકી સ્‍ટિક લંબાવી, જે ગ્રિફિથ્‍સના પેટની નજીક આવી. અંગ્રેજ ખેલાડીએ તેને તેના હાથથી પકડી લીધો અને પાનેસર ગુસ્‍સે થયો. બંને ખેલાડીઓ રોકાયા અને નજીક આવ્‍યા. પછી ગ્રિફિથ્‍સે પાનેસરની જર્સી તેના ગળા પાસે ખેંચી અને જવાબમાં પાનેસરે ગુસ્‍સામાં ગ્રિફિથ્‍સનું ગળું પકડી લીધું. તેણે તેમને પાછળ ધકેલવાનું શરૂ કર્યું. આવા સમયે, બંને બાજુના ખેલાડીઓ દરમિયાનગીરી કરવા માટે તૂટી પડ્‍યા હતા. પાનેસરને રેડકોર્ડ બતાવી મેચની બહાર કરી દેવામાં આવ્‍યો હતો.

(3:39 pm IST)