Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

રાહુલ ફીટનેસથી પરેશાનઃ ટી-૨૦ વર્લ્‍ડકપમાં

હાર્દિક કેપ્‍ટન?

નવી દિલ્‍હીઃ ઓલરાઉન્‍ડર હાર્દિક પંડયાને આગામી ટી-૨૦ વર્લ્‍ડ કપ માટે ટીમ ઇન્‍ડિયાના  વાઇસ કેપ્‍ટન તરીકે નિયુકત કરવામાં આવી શકે છે. કેએલ રાહુલ ખરાબ ફિટનેસના કારણે ટીમનો ભાગ નથી. તેને આ વર્ષની શરૂઆતમાં વાઇસ-કેપ્‍ટન્‍સી આપવામાં આવી હતી. પરંતુ ફિટનેસના કારણે તેણે ઘણી સિરીઝ ગુમાવી છે. આવી સ્‍થિતિમાં હાર્દિક પંડયાને આગામી ટી-૨૦ વર્લ્‍ડ કપમાં કેપ્‍ટન બનાવવામાં આવી શકે છે.

હાર્દિક એક વર્લ્‍ડ ક્‍લાસ ખેલાડી છે અને સંપૂર્ણ ફિટનેશ સાથે ટીમમાં પાછા ફરવુૅ ખૂબ જ સારૂ છે. તેને વાઇસ-કેપ્‍ટન બનાવવામાં આવશે કે નહી તે પસંદગી કારો પર નિર્ભર છે. પરંતુ તે પહેલાથી જ ટીમમાં લીડર છે. ઓલરાઉન્‍ડર તરીકે તે બંને પરિસ્‍થિતિને સમજે છે. તેની પાસે ઉત્તમ નેતૃત્‍વ કૌશલ્‍ય છે અને તે આઇપીએલમાં જોયું છે. તે ચોકકસપણે સારૂ કરશે. તાજેતરમાં તેણે ટીમની સફળ લીડરશીપ પણ કહી હતી.

(3:26 pm IST)