Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

પોલાર્ડનો મહેમાન બન્‍યો પંડ્‍યાઃ ફેમિલિ સાથે ફોટો શેર કરી માન્‍યો આભાર

ભારતીય ટીમના ઓલરાઉન્‍ડર હાર્દિક પંડ્‍યાએ તેની મુંબઈ ટીમના સાથી ખેલાડી કિરોન પોલાર્ડ સાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં તે કેરેબિયન દિગ્‍ગજના ઘરે પરિવારની સાથે જોવા મળી રહ્યો છે. પોલાર્ડના ઘરે મળેલી અતિથિ-સત્‍કાર માટે આભાર વ્‍યક્‍ત કરતા પંડ્‍યાએ લખ્‍યું, કીંગના ઘરની મુલાકાત લીધા વિના કેરેબિયનની કોઈ યાત્રા પૂર્ણ થતી નથી. મારા ભાઈ અને તમારા પરિવારને હોસ્‍ટ કરવા બદલ ધન્‍યવાદ.

(3:25 pm IST)