Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

દીપક અને રાહુલની એશિયા કપમાં પસંદગી

હાલ બન્ને ફીટ, બન્ને ખેલાડીઓ ઘરઆંગણાની સિરીઝમાં પરત ફરે તેવી શકયત

નવી દિલ્‍હીઃ વાઇસ કેપ્‍ટન લોકેશ રાહુલ ૮ ઓગષ્‍ટે એશિયા કપ માટે પસંદ થનારી ભારતીય ટીમમાં ઝડપી બોલર દીપક ચહર સાથે પુનરાગમન કરે તેવી અપેક્ષા છે. એશિયા કપ ટી-૨૦ ફોર્મેટમાં દુબઇ અને શારજાહમાં ૨૭ ઓગષ્‍ટથી ૧૧ સપ્‍ટેમ્‍બર દરમિયાન યોજાશે.

લોકેશ રોહીત શર્મા સાથે ઓપનીંગ કરશે. વિરાટ કોહલીનું ફોર્મ હાલ સૌથી મોટી ચિંતાનો વિષય છે. પરંતુ સ્‍ટાર બેટ્‍સમેનની નંબર ૩ પોઝિશન પર અત્‍યારે કોઇ ખતરો દેખાતો નથી.

(3:24 pm IST)