Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

લોંગ જમ્‍પમાં કમાલઃ મુરલી શ્રીશંકરે જીત્‍યો સિલ્‍વર મેડલ જીત્‍યો

કોમનવેલ્‍થના ઈતિહાસમાં દેશનો પ્રથમ મેડલઃ ફાઈનલમાં મોહમ્‍મદ અનિસ યાહિયા પાંચમાં સ્‍થાને

નવીદિલ્‍હીઃ કોમનવેલ્‍થ ગેમ્‍સ ૨૦૨૨માં ભારતે એથ્‍લેટિક્‍સમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ઉંચી કૂદમાં તેજસ્‍વિન શંકરના ઐતિહાસિક બ્રોન્‍ઝ મેડલ બાદ મુરલી શ્રીશંકરે લાંબી કૂદમાં પણ ઈતિહાસ રચ્‍યો હતો.
ભારતના નંબર વન જમ્‍પર શ્રીશંકરે પુરૂષોની લાંબી કૂદમાં કોમનવેલ્‍થ ગેમ્‍સના ઈતિહાસમાં ભારતનો પ્રથમ મેડલ જીત્‍યો. એલેક્‍ઝાન્‍ડર સ્‍ટેડિયમમાં યોજાયેલી ફાઇનલમાં શ્રીશંકરે ૮.૦૮ મીટરના શ્રેષ્‍ઠ જમ્‍પ સાથે સિલ્‍વર મેડલ જીત્‍યો હતો. આ રીતે ભારતને એથ્‍લેટિક્‍સમાં બીજો અને એકંદરે ૧૯મો મેડલ મળ્‍યો છે.
લાંબા કૂદકામાં રાષ્‍ટ્રીય વિક્રમ ધરાવતા શ્રીશંકરે કવોલિફિકેશન રાઉન્‍ડમાં જ પોતાનું શાનદાર પ્રદર્શન બતાવ્‍યું અને ૮.૦૫ મીટરના જમ્‍પ સાથે સીધા એક જ પ્રયાસમાં ફાઈનલ માટે કવોલિફાય કર્યું. આવી સ્‍થિતિમાં તેને શરૂઆતથી જ મેડલનો દાવેદાર માનવામાં આવતો હતો.  ગતરાત્રે  ફાઇનલમાં શ્રીશંકરે કોઈને નિરાશ કર્યા નહીં અને પોતાના શાનદાર પ્રદર્શનના આધારે સિલ્‍વર મેળવ્‍યો હતો.જયારે લોંગ જમ્‍પમાં ફાઈનલમાં પહોચનાર મોહમ્‍મદ અનિસ યાહિયા પાંચમાં સ્‍થાને રહ્યો હતો.

 

(11:43 am IST)