Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

પેરા પાવરલિફટીંગમાં સુધીરે જીત્‍યું સોનુઃ દેશને મળ્‍યો છઠ્ઠો ગોલ્‍ડ

આ અગાઉ કયારેય આ કેટેગરીમાં આપણે મેડલ જીત્‍યા નથીઃ ભારતના ખાતામાં કુલ ૨૦ મેડલ

નવીદિલ્‍હીઃ ભારતના સુધીરે ર્બમિંગહામમાં ચાલી રહેલી ૨૦૨૨ કોમનવેલ્‍થ ગેમ્‍સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પેરા પાવરલિફિં્‌ટગમાં ભારતને પ્રથમ વખત ગોલ્‍ડ મેડલ અપાવ્‍યો હતો. આ પહેલા ભારતે અત્‍યાર સુધી આ કેટેગરીમાં ગોલ્‍ડ મેડલ જીત્‍યો નહોતો. સુધીરે ૧૩૪.૫ પોઈન્‍ટ સાથે ગેમ્‍સ રેકોર્ડ બનાવ્‍યો હતો. સુધીર પેરા પાવરલિફિં્‌ટગમાં ગોલ્‍ડ જીતનાર ભારતનો પ્રથમ એથ્‍લેટ બન્‍યો છે.
ભારતના પેરા પાવરલિફ્‌ટર સુધીરે પુરૂષોની હેવીવેઇટ કેટેગરીમાં ૨૧૨ કિલો વજન ઉઠાવીને ગોલ્‍ડ મેડલ જીત્‍યો હતો. ૮૭.૩૦ કિલો વજન ધરાવતા સુધીરે પ્રથમ પ્રયાસમાં ૧૪ રેકની ઊંચાઈ સાથે ૨૦૮ કિલો વજન ઉપાડ્‍યું. આ પછી સુધીરે બીજા પ્રયાસમાં ૨૧૨ કિલો વજન ઉપાડ્‍યું હતું. આ સાથે જ સુધીર ૧૩૪.૫ પોઈન્‍ટ સાથે ટોપ પર રહ્યો અને ગોલ્‍ડ મેડલ જીત્‍યો હતો.
કોમનવેલ્‍થ ગેમ્‍સમાં ભારતને આ છઠ્ઠો ગોલ્‍ડ મેડલ મળ્‍યો છે. આ પહેલા મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્‍યુલી, વિમેન્‍સ લૉન બોલ ટીમ અને ટેબલ ટેનિસ મેન્‍સ ટીમે ગોલ્‍ડ જીત્‍યો હતો. આ સાથે જ આ કુલ ૨૦મો મેડલ છે.
ભારતના મુરલી શ્રીશંકરે મેન્‍સ લોંગ જમ્‍પમાં શાનદાર પ્રદર્શન કરી સિલ્‍વર મેડલ જીત્‍યો છે. તેણે ટ્રેક એન્‍ડ ફિલ્‍ડમાં સિલ્‍વર મેડલ જીત્‍યો હતો. ૨૦૨૨ની કોમનવેલ્‍થ ગેમ્‍સમાં ભારતનો આ ૧૯મો મેડલ છે. શ્રીશંકરે પુરૂષોની લાંબી કૂદની ફાઇનલમાં ૮.૦૮ મીટરના શ્રેષ્‍ઠ જમ્‍પ સાથે સિલ્‍વર મેડલ જીત્‍યો હતો. આ સાથે શ્રીશંકર કોમનવેલ્‍થ ગેમ્‍સના ઈતિહાસમાં લાંબી કૂદ ઈવેન્‍ટમાં ભારત માટે મેડલ જીતનાર ભારતનો પ્રથમ પુરૂષ એથ્‍લેટ બની ગયો છે.

 

(11:42 am IST)