Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

બાંગ્લાદેશે ઓસ્ટ્રેલીયાને સતત બીજા ટી-૨૦માં પછાડયું: સિરીઝમાં ૨-૦ની લીડ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશે બીજી ટી -૨૦માં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ સાથે યજમાન બાંગ્લાદેશે પાંચ મેચની શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લીધી છે. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા

 ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ઓવરમાં સાત વિકેટના નુકસાન પર ૧૨૧ રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશે આઠ બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. આફિફ હુસૈને ૩૭  અને નુરુલ હસન ૨૨ રન બનાવ્યા હતા. બંને બેટ્સમેનો વચ્ચે ૫૬ રનની અણનમ ભાગીદારી હતી. બાંગ્લાદેશની જીતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર આફિફને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. 

(12:42 pm IST)