Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

નવદીપ ટેલેન્ટેડ ખેલાડી, ફીનીશીંગ બાકી, ૧૫૦ની ઝડપે બોલ ફેંકી શકે છે : વિરાટ

કેરીઅરની પહેલી ઇન્ટરનેશનલ મેચમાં ઇમ્પ્રેસિવ સ્પેલને કારણે નવદીપ સૈનીનાં વખાણ કરતાં કેપ્ટન વિરાટ કોહલી કહે છે કે ઓછી ટેલેન્ટ છતાં નવદીપનું ફ્યુચર બ્રાઇટ છે.

વિરાટે મેચ પછી કહ્યું કે દિલ્હીનો નવદીપ આઇપીએલ અને ઇન્ડિયા એ વતી રમી ચૂકયો છે. આઇપીએલ સીઝન તેના માટે ગ્રેટ રહી હતી. સૈની એવી ટેલેન્ટ છે જેનું ફિનિશિંગ કરવાનું બાકી છે, તેનું ભવિષ્ય ઊજળું છે. તે ૧૫૦ની ઝડપે બોલ ફેંકી શકે છે અને ફિટ છે. તે એવો છે કે જે પોતાના માટે નામ કમાઈ શકે છે અને તેનામાં એ ભૂખ પણ છે. આશા છે કે તે અહીંથી આગળ વધશે. અમારી બોલિંગ અને ફીલ્ડિંગ સારી હતી, પણ પિચ બેટિંગ માટે સારી નહોતી. બોલરોએ સુપર્બ પર્ફોર્મન્સ આપ્યો હતો.

(3:58 pm IST)