Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

'ડાંગ એક્સપ્રેસ' સરિતા ગાયકવાડે ફરી ડંકો વગાડ્યો યુરોપ એથલેટિક ચેમ્પિયનશીપમાં જીત્યો ગોલ્ડ મેડલ

 

ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે વધુ એક સિદ્ધી મેળવી છે. યુરોપ એથલેટિક ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 400 મીટરની દોડમાં સરિતા ગાયકવાડને ગોલ્ડ મેડલ મળ્યો છે. અગાઉ એશિયન ગેમ્સમાં સરિતા ગાયકવાડ ચેમ્પિયન બની હતી. ચાર બાય 4૦૦ મીટર દોડમાં સરિતાને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

  ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્યન શ્રમજીવી પરિવારની 25 વર્ષીય આદિવાસી યુવતીને ડાંગ સહિત આસપાસના વિસ્તાનરમાં લોકો ડાંગની રાજધાનીના નામે ઓળખે છે. બંદૂકમાંથી ગોળી છૂટે તે રીતે રનીંગ ટ્રેક ઉપર દોડતી યુવતીએ 2017ના જાન્યુઆરી માસમાં કોઇમ્બછતૂર ખાતે યોજાયેલી 400 મીટર, અને 400 મીટર હડલ્સંમાં ઉત્કૃાષ્ટત દેખાવ કરીને યુનિવર્સિટીને ગૉલ્ડસ મેડલ અપાવ્યો હતો.

 

(12:31 am IST)