Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

લોકડાઉનમાં સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટર બન્યો વિરાટ કોહલી

ઇન્સ્ટાગ્રામ પર માત્ર ત્રણ સ્પોન્સર્ડ પોસ્ટ દ્વારા લગભગ 3.6 કરોડ રૂપિયાની કમાણી કરી

મુંબઈ : લોકડાઉનના કારણે દુનિયામાં ઘણા બધા લોકો પોતાની આજીવિકા ગુમાવી રહ્યા છે. અને તેમની આવક પર કાપ આવી રહ્યો છે. આ સમય દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર માત્ર ત્રણ સ્પોન્સર્ડ પોસ્ટ દ્વારા લગભગ 3.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

વિરાટ કોહલીએ લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા કમાણી કરનારા ટોપ ટેન ખેલાડીઓની યાદીમાં આવતા એકમાત્ર ભારતીય ક્રિકેટર છે.

આ બાબતમાં પોર્ટુગલના ફૂટબોલર અને સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્રથમ નંબર પર છે. જેમણે 12 માર્ચથી લઈ અને 14 મે દરમિયાન લગભગ 17.9 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એ જાણવું જરૂરી છે કે ભારતમાં 25 માર્ચ થી લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતું.

(12:40 pm IST)