Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

મારૂં કામ જ્ઞાન શેર કરવાનું છે, મેં જે કંઇ શીખ્યુ છે તેના વિશે બીજાને કહેવામાં મને મોઇ મુશ્કેલી થશે નહીં: ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ બનવા મુદ્દે પાકિસ્‍તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું નિવેદન

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સોમવારે કહ્યું કે, તેને ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ બનવામાં કોઈ મુશ્કેલી નથી. જો તેને ઓફર આપવામાં આવે છે તો તે પોતાનું જ્ઞાન આપવા માટે તૈયાર છે.

અખ્તરે રજૂઆત સોશિયલ નેટવર્કિંગ એપ 'હેલો' પર કરી છે. અખ્તરને પૂછવામાં આવ્યું કે શું તે ભવિષ્યમાં ભારતીય બોલિંગ એકમની સાથે જોડાવા ઈચ્છશે તો તેણે સકારાત્મક જવાબ આપ્યો હતો.

અખ્તરે કહ્યું, 'ચોક્કસપણે તેમ કરવા ઈચ્છીશ. મારૂ કામ જ્ઞાન શેર કરવાનું છે. મેં જે કંઇ શીખ્યું છે તેના વિશે બીજાને કહેવામાં મને કોઈ મુશ્કેલી થશે નહીં.'

ક્રિકેટમાં સૌથી ઝડપી બોલિંગ કરનારમાં સામેલ અખ્તરે કહ્યું, હું હાલના બોલરોની તુલનામાં વધુ આક્રમક, ઝડપી અને પડકાર આપનાર બોલર તૈયાર કરીશ. જે બેટ્સમેનનો મોટો પડકાર આપી શકે.

(4:38 pm IST)