Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

થાઈલેન્ડમાં આઇટીએફ વિમેન્સ ડબલ્સ ટાઈટલ જીત્યું ઝીલ દેખાઈએ

નવી દિલ્હી: ગુજરાતની આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી ઝીલ દેસાઈ અને પ્રાન્જલા યાદ્લાપલ્લીની ભારતીય જોડીએ થાઈલેન્ડમાં આઇટીએફ વિમેન્સ ડબલ્સ ટાઈટલ જીત્યું હતુ. તેમણે ફાઈનલમાં તાઈપેઈની ચીન-વેઈ ચાન અને સીન- યુએન શીહની જોડીને ૬-૩, ૭-૬(૭-૦) થી હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતુ. અમદાવાદની ટેનિસ ખેલાડી ઝીલ દેસાઈએ ચાલુ વર્ષે જુનિયર લેવલે ચારેય ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપમાં ગર્લ્સ સિંગલ્સમાં ભાગ લઈને ઈતિહાસ રચ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પણ પ્રવેશ મેળવ્યો હતો.

(4:19 pm IST)