Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં રમશે અંકિતા રૈના

નવી દિલ્હી: ગુજરાતની આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી અંકિતા રૈના આ વર્ષે ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં રમશે. આંતરરાષ્ટ્રીય વિમેન્સ સિંગલ્સ ટેનિસમાં ટોપ-૨૦૦માં સ્થાન મેળવી ચૂકેલી અંકિતા રૈનાને ડબલ્યુટીએ દ્વારા રિલિઝ કરવામાં આવેલી યાદીમાં ક્વોલિફાયર્સમાં સ્થાન અપાયું છે. રૈના જો ક્વોલિફાયર્સમાં જીતશે તો ફ્રેન્ચ ઓપનના મેઈન ડ્રોમાં પ્રવેશ મેળવશે. ચીનના એનિંગ ખાતે રમાયેલી ડબલ્યુટીએ કુન્મીંગ ઓપનના બીજા રાઉન્ડમાં અંકિતાને સેકન્ડ સીડ ધરાવતી યાફાન્ગ વાગ સામે હાર સહન કરવી પડી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે આઇટીએફ અને ડબલ્યુટીએમાં નોંધપાત્ર દેખાવ બાદ તેને ફ્રેન્ચ ઓપન ક્વોલિફાયર્સમાં તક મળી છે અને તે આ તકને ઝડપી લેવા માટે ઉત્સુક છે. હવે તે આઇટીએફ વિમેન્સ સર્કિટની આગામી ટુર્નામેન્ટમા ભાગ લેવા તરફ મીટ માંડી રહી છે. ગત નવેમ્બરમાં તેણે મુંબઈમાં રમાયેલી ડબલ્યુટીએ ઓપન ટુર્નામેન્ટમાં નાંેધપાત્ર દેખાવ કરતાં ક્વાર્ટર ફાઈનલ્સ સુધીથી સફર ખેડી હતી. આ ઉપરાંત તે ફેડરેશન કપમાં પ્રભાવશાળી દેખાવ કરવામાં સફળ રહી હતી. તેણે તેની એક પણ મેચ ગુમાવી નહતી અને ટોપ -૧૦૦માં સ્થાન ધરાવાતી ખેલાડીઓ સામેનીમેચમાં વિજેતા બની હતી, જેના કારણે તે હાલના ડબલ્યુટીએ વિમેન્સ સિંગલ્સના રેન્કિંગમાં ૧૯૩માં ક્રમે આવી પહોંચી છે.

(4:19 pm IST)