Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

આઇપીએલ-11માં ટીમોને માથે પડેલા આ છે મોંઘા ખેલાડીઓની યાદી

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગની અડધી સિઝન પૂરી થઇ ગઇ છે અને લીગની આઠેય ટીમો ૭થી વધુ મેચ રમી ચૂકી છે. એવામા ચર્ચા કરી રહ્યા છીએ એવા મોંઘા ખેલાડીઓની જેમના પર સૌથી વધુ બોલી લાગી હતી. અહીં અમે આવા ખેલાડીઓ પર લાગેલી કિંમતને બે બરાબર ભાગમા વહેંચશું જેમાંથી માલુમ પડશે કે અત્યાર સુધીમાં ખેલાડીઓના એક-એક રન કે પછી એક-એક વિકેટ ફ્રેન્ચાઇઝને કેટલામાં પડી? ઑલરાઉન્ડરના પરફોર્મન્સને રનના આધારે માપીશું અને એમના દ્વારા લેવામા આવેલી પ્રતિ વિકેટ બરાબર ૨૦ રન માનીશું. 
બેન સ્ટોક્સ (રાજસ્થાન રૉયલ્સ) ઇંગ્લેન્ડનો આ ખેલાડી આ વખતે આઇપીએલ ટૂર્નામેન્ટમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. અડધી ટૂર્નામેન્ટ ખતમ થઇ ગયા પછી પણ આ ખેલાડીનું બેટ હજુ બોલ્યું નથી. બેન સ્ટોક્સને ખરીદવા માટે રાજસ્થાન રોયલ્સે ૧૨.૫ કરોડ રૃપિયા ખર્ચ્યા. બેન સ્ટોક્સે અત્યાર સુધી ૮ મેચમાં માત્ર ૧૪૮ રન જ બનાવ્યા છે અને ૧ વિકેટ જ મેળવી શક્યો. આ હિસાબે રૉયલ્સની ટીમને સ્ટોક્સનો દરેક રન ૩.૭૨ લાખ રૃપિયામાં પડયો અને તેની વિકેટના હિસાબે જોઇએ તો તેની એક વિકેટ ૭૪.૪૦ લાખ રૃપિયામાં પડી રહી છે. રાશીદ ખાન (સનરાઈઝર્સ હૈદરાબાદ) અફઘાનિસ્તાન ટીમના આ યુવા લેગ સ્પિનરને સનરાઇઝર્સ હૈદરાબાદે ઇ્સ્નો ઉપયોગ કરી ૯ કરોડમાં ખરીદ્યો હતો. આ બોલરે સનરાઇઝર્સ તરફથી રમાયેલી ૮ મેચમાં અત્યાર સુધીમાં ૧ વિકેટ ઝડપી છે. એવામાં સનરાઇઝર્સને રાશિદ ખાન દ્વારા લેવામાં આવેલી દરેક વિકેટની કિંમત ૪૫ લાખ રૃપિયા પડી રહી છે. રાશિદે ૪ ઇનિંગ રમીને ૨૪ રન બનાવ્યા છે. જયદેવ ઉનાદકટ (રાજસ્થાન રૉયલ્સ) આ યુવા બોલરને આ વખતે ભારતીય ખેલાડીઓમાંથી સૌથી વધુ કિંમત મળી છે. જયદેવ ઉનાદકટને ૧૧.૫ કરોડમાં ખરીદવામા આવ્યો હતો. કિંમત પ્રમાણે જયદેવનું પરફોર્મન્સ નબળું દેખાઇ રહ્યું છે. ૮ મેચમાં ઉનાદકટ માત્ર ૭ વિકેટ જ ખેડવી શક્યો છે. રાજસ્થાન રોયલ્સને ઉનાદકટની દરેક વિકેટ ૮૨.૧૫ લાખ રૃપિયામાં પડી રહી છે. ગ્લેન મેક્સવેલ (દિલ્હી ડેરડેવિલ્સ) દિલ્હીએ ઓસ્ટ્રેલિયાના આ ઑલરાઉન્ડર ખેલાડીને ૯ કરોડ રૃપિયામાં ખર્ચીને પોતાની પાસે રાખ્યો. ૯ મેચમાંથી મેક્સવેલ ૮ મેચ રમ્યો છે. આ ખેલાડીએ ૮ ઇનિંગમાં કુલ ૧૩૧ રન બનાવ્યા છે અને ૬ વખત એમને બોલિંગનો મોકો મળ્યો, જેમાં મેક્સવેલે ૫ વિકેટ ખેડવી. મેક્સવેલના બોલિંગ અને બેટિંગ પોઇન્ટ મળીને ૨૩૧ થાય છે. આ હિસાબે દિલ્હીએ મેક્સવેલના એક રનની કિંમત ૧.૯૫ લાખ રૃપિયા અને એક વિકેટની કિંમત ૩૯ લાખ રૃપિયામાં પડી રહી છે. લોકેશ રાહુલ (પંજાબ) આ વિકેટકીપર બેટ્સમેનને કિંગ્સ ઇલેવન પંજાબે ૧૧ કરોડ રૃપિયામા ખરીદ્યો હતો. લોકેશ રાહુલ સારું પરફોર્મન્સ કરી રહ્યો છે અને દરેક મેચમાં તે પોતાની ટીમ માટે દમદાર સાબિત થઇ રહ્યો છે. ૭ ઇનિંગમાં રાહુલે ૨૬૮ રન બનાવ્યા છે અને વિકેટની પાછળ ૩ કેચ પકડયા છે. આ હિસાબે પંજાબને રાહુલનો એક-એક રન ૨.૦૫ કરોડમાં પડયો. મનીષ પાંડે (સનરાઈઝર્સ હૈદરાબાદ) મનીષ પાંડેને પોતાની ટીમમા રાખવા માટે સનરાઇઝર્સ હૈદરાબાદે ૧૧ કરોડની બોલી લગાવી હતી. સનરાઇઝર્સ માટે મનીષ પાંડે ૮ મેચ રમ્યો અને ૭ વખત બેટિંગ કરવાનો ચાન્સ મળ્યો, જેમાંથી એક વખત ૫૭ અને બીજી વખત ૫૪ રનની ઇનિંગ રમી હતી. જ્યારે ૫ વખત મનિષ પાંડે ફ્લોપ રહ્યો હતો. આ પરફોર્મન્સથી પાંડે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે મોંઘા સાબિત થઇ રહ્યા છે. ક્રિસ લિન (કોલકાત્તા) દ્બદ્બઇએ આ ઓસ્ટ્રેલીયાઇ ખેલાડીને આ વખતે ઇ્સ્થી પોતાની પાસે રાખ્યો. લિને આ સિઝનની તમામ ૮ મેચ રમી અને અત્યાર સુધીમાં તેણે ૨૪૮ રન બનાવ્યા છે. આ ૮ ઇનિંગમાં ક્રિસ લિન એક વખત ૦ અને બે વખત ૫ રન બનાવીને આઉટ થઇગયો હતો, પરંતુ તેમણે કોલકાતા માટે (૪૯, ૭૪ અને ૬૨*) ત્રણ શાનદાર ઇનિંગ પણ રમી છે. આવી રીતે ક્રિસ લિન દ્વારા બનાવવામા આવેલા ૧-૧ રનની કિંમત ૨ લાખ રૃપિયા પડી રહી છે. સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં લિન ૧૩મા સ્થાને છે. ક્રિસ લિનને ૯.૬ કરોડમાં ખરીદવામાં આવ્યો છે.

(4:20 pm IST)