Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

ઓપન સૌરાષ્ટ્ર યોગ ચેમ્પિયનશીપમાં ફાલ્ગુનીબેન મજીઠીયા પ્રથમ- ગોલ્ડ

રાજકોટઃ સિસ્ટર નિવેદીતા ફાઉન્ડેશન સંચાલિત ઈન્સ્ટિટયુટ ઓફ કવોલિટી એજયુકેશન- રાજકોટમાં ચાલી રહેલ યોગના વર્ગોમાં યોગાચાર્ય તરીકે બાબુભાઈ ચૌહાણ, નિરજાબહેન ચૌહાણ અને ફાલ્ગુનીબહેન મજીઠિયા તાલીમ આપે છે.

 તાજેતરમાં સુરક્ષા સેતુ સોસાયટી, પૂજા હોબી સેન્ટર તથા રાજકોટ વર્લ્ડ યોગ સેન્ટર તરફથી યોજાયેલ ૩જી ઓપન સૌરાષ્ટ્ર યોગ, જિમ્નેસ્ટીક અને સૂર્ય નમસ્કારની ચેમ્પિયનશીપમાં ૪૦૦ થી વધુ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ૩૦ થી ૪૦ વર્ષ વિભાગમાં ફાલ્ગુનીબહેન મજીઠિયાએ પ્રથમ ક્રમાંક સાથે યોગ તેમ જ સૂર્યનમસ્કાર બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. તેઓને જુદા- જુદા પાંચ આસનોમાં શ્રેષ્ઠ તથા ૧૭૦ સૂર્ય નમસ્કાર સાથે પ્રથમ જાહેર કરવામાં આવેલ. વધુ વિગત તથા યોગના વર્ગોમાં નામ નોંધણી માટે ઈન્સ્ટિટયુટ ઓફ કવોલિટી એજયુકેશન ૯, જલારામ પ્લોટ- ૦૨, મેઈન રોડ, મહર્ષિ ટાવર સામે, યુનિવર્સિટી રોડ, ફોન નં.(૦૨૮૧) ૨૫૭૫૦૪૧, મો.૯૯૦૪૧ ૧૩૩૩૯ રાજકોટ ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(2:35 pm IST)