Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

નવો ટ્વીસ્ટ : પુણેમાં રમાનારી પ્લે ઓફ મેચ હવે કોલકાતામાં રમાશે

એલિમિનેટર ૨૩મી અને કવોલિફાયર-૨ મેચ માટે ઈડન ગાર્ડનને મળી યજમાની

કોલકાતામાં પુણેમાં રમાવનારી ઇન્ડિયન પ્રીમિયર લીગની બે પ્લેઓફ મેચ હવે કોલકાતાના ઈડન ગાર્ડન્સ પર રમાશે. ટુર્નામેન્ટની સંચાલન સમિતિએ તેની પુષ્ટિ કરી હતી.

  આઈપીએલ સંચાલન સમિતિના અધ્યક્ષ રાજીવ શુકલાએ જણાવ્યું હતું કે, સમિતિએ તેની જાણકારી આપી દીધી છે કે, એલિમીનેટર અને કવોલીફાઈર-૨ ક્રમશઃ ૨૩ અને ૨૫ મેના કોલકાતામાં રમાશે.

મૂળભૂત કાર્યક્રમના અનુસાર આ મેચ પુણેમાં થવાના હતા, જે હવે ચેન્નાઈ સુપર કિંગ્સના ઘરેલું મેદાન પર થશે. બંગાળ ક્રિકેટ એસોસિએશનના સંયુકત સચિવ અવીષેક દાલમિયાએ જણાવ્યું છે કે,  અમે પ્લેઓફની યજમાની મળવાથી ખુશ છે અને તેની રાહ છે.

  કવોલીફાઈર-૧ ૨૨ મેના મુંબઈના વાનખેડે સ્ટેડીયમ પર રમાશે, જયારે ૨૭ મેએ ફાઈનલ પણ ત્યાં જ રમાશે.

(12:51 pm IST)