Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

કિંગ્સ ઇલેવન અને રાજસ્થાન વચ્ચેની મેચ પણ રોચક રહેશે

રવિવારના દિવસે બન્ને ટીમો ઇન્દોરમાં સામ સામે : મુંબઇ સામે છેલ્લી મેચમાં હાર ખાધા બાદ કિંગ્સ ઇલેવન પંજાબ ફરી વખત જોરદાર દેખાવ કરવા મેદાનમાં ઉતરશે

ઇન્દોર,તા. ૫ : ઇન્દોરમાં આવતીકાલે કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે પણ મહત્વપૂર્ણ મેચ રમાનાર છે. આ મેચને લઇને બન્ને ટીમો સંપૂર્ણપણે તૈયાર છે. છેલ્લી મેચમાં મુંબઇની સામે છ વિકેટે હાર થયા બાદ કિંગ્સ ઇલેવન પંજાબમાં હવે સાવધાનીપૂર્વક દેખાવ કરીને આગળ વધવા માટે તૈયાર છે. રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં હવે સૌથી પાછળની ટીમોમાં સામેલ છે. તે જોતા રહાણેના નેતૃત્વમાં રાજસ્થાન પણ દેખાવ સુધારવા માટે તૈયાર છે. ટેબલમાં હાલમાં સનરાઇઝ હૈદરાબાદ પ્રથમ સ્થાને છે. સનરાઇઝે આઠ મેચોમાં છમાં જીત મેળવી છે. જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સે નવ મેચોમાં છ જીત સાથે બીજા સ્થાને છે. રાજસ્થાન રોયલ્સ હવે પાછળ છે. રાજસ્થાને હજુ સુધી આઠ મેચો રમી છે જે પૈકી ત્રણમાં જીત થઇ છે અને પાંચમાં તેની હાર થઇ છે. આવી સ્થિતીમાં રાજસ્થાનને પણ સ્પર્ધામાં ટકી રહેવા માટે તેની બાકીની તમામ મેચો જીતવી પડશે. કિગ્સ ઇલેવન પંજાબને પણ હવે હારવાની બાબત પોષાશે નહી. આવી સ્થિતીમાં આ મેચ રોમાંચક બનનાર છે. ઇન્દોરમાં તમામ ચાહકો ભારે રોમાંચિત દેખાઇ રહ્યા છે. મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે.

કિંગ્સ ઇલેવન પંજાબ : અશ્વિન  (કેપ્ટન), નાથ, અગ્રવાલ, ડગર, દ્વારસુસ, ફિન્ચ, ગેઇલ, મંજુર દાર, મિલર, રહેમાન, કેકે નાયર, પટેલ, રાહુલ, રાજપૂત, સાહૂ, શર્મા, શરણ, સ્ટેનોઇસ, એમકે તિવારી, ટાઈ, યુવરાજ.

રાજસ્થાન રોયલ્સ : રહાણે (કેપ્ટન), અંકિત શર્મા, અનુરીતસિંહ, આર્ચર, બિન્ની, બિરલા, બટલર, ચામીરા, ચોપડા, એસ ગોપાલ, ગોથમ, કુલકર્ણી, લાગલીન, લોમરોર, એસ મિથુન, સેમસંગ, સક્સેના, બેનસ્ટોક, ત્રિપાઠી, ઉનડકટ,

(12:13 pm IST)