Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

હરભજનનો રિપોર્ટ નેગેટીવ આવતા નાચવા લાગ્‍યોઃ પ્રેકટીસ શરૂ કરી

મુંબઈઃ ઓફ સ્‍પિનર હરભજન સિંહ આ વર્ષે આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમશે. તેને આ વર્ષે નીલામી પહેલા ધોનીની ટીમ ચેન્‍નઇ સુપર કિંગ્‍સે રિલીઝ કર્યો હતો. જે પછી કેકેઆર એ તેને ૨ કરોડ રૂપિયાની બેસ પ્રાઇસ પર ખરિદી લીધો હતો. તેને ૭ દિવસનો આનિવાર્ય કોરોન્‍ટાઇન પિરીયડ પૂર્ણ કર્યા બાદ ટીમ સાથે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.

આ પહેલા તેનો એક વીડિયો સામે આવ્‍યો છે, જેને કેકેઆર એ પોતાના ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં હરભજન હોટલ રૂમથી બહાર નિકળી રહ્યો છે. વીડિયોમાં જ્‍યારે તેને બહાર નિકળતા સમયે પૂંછવામાં આવે છે કે, ત્‍યારે તે કહે છે કે, મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્‍યો છે અને હવે હું પ્રેક્‍ટિસ માટે જઇ રહ્યો છું. બસ તેના પછી બેકગ્રાઉન્‍ડમાં પંજાબી ગીત વાગે છે અને ભજ્‍જી નાચવા લાગે છે.

(5:16 pm IST)