Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

બેડમિન્ટનમાં ભારતનો ધરખમ વિજયઃ શ્રીલંકાને ૫-૦થી કચડી નાખ્યુ

તમામ મેચો જીતી લીધી : સાયના નેહવાલનો પણ વિજયી અભિયાન શરૂ

ગોલ્ડકોસ્ટ : કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની બેડમિન્ટન ટીમે તેનો પ્રથમ મુકાબલો જીતી લીધો છે. મિકસડબલ્સમાં ગ્રુપ-એમાં શ્રીલંકાને ૫-૦થી પછાડી દીધુ છે હવે આગલા રાઉન્ડમાં પાકિસ્તાન સાથે મુકાબલો રમાશે.

પ્રથમ મેચમાં મિકસ્ડ ડબલ્સમાં ભારતના પ્રણવચૈરી ચોપડા અને ઋત્વિકા ગડેએ શ્રીલંકાના સચિન દિયાસ અને થિલીન પ્રામોડીકાને હરાવ્યા. આ ભારતીય જોડીએ ૨૧-૧૫, ૧૯-૨૧, ૨૨-૧૦થી જીત મેળવી હતી. બીજા મુકાબલામાં શ્રીકાંતે શ્રીલંકાના નિકુલા કરૂણારત્નેને ૨૧-૧૬, ૨૧-૧૦થી હરાવ્યો હતો. બાદ સાત્વિક રેંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ શ્રીલંકાના દિનુકા કરૂણારત્ને અને વુવેંકા ગુનથિલેકાને ૨૧-૧૭, ૨૧-૧૪થી હરાવ્યો હતો.

બાદના અંતિમ મુકાબલામાં ભારતની દિગ્ગજ ખેલાડી સાયના નેહવાલે શ્રીલંકાની મધુશીકા દિલસુકશીને ૨૧-૮, ૨૧-૪થી આસાનીથી હરાવી હતી.

(3:54 pm IST)