Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ટોક્યો ઓલિમ્પિકના આયોજકો પણ કોરોના વાઇરસથી ચિંતિત :આયોજન સ્થગિત કરવાની કોઈ યોજના નથી

એથ્લીટ વિલેજમાં 11,000 વિલેજમાં 11,000થી વધુ ઓલિમ્પિયનો રોકાશે.

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ કહ્યું હતું કે ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઇરસથી હું ચિંતિત છું. 2020 ટોક્યો ઓલિમ્પિકના પ્રારંભને છ મહિના કરતાં પણ ઓછો સમય રહ્યો છે ત્યારે આયોજકો ચીનના આ વાઇરસથી બહુ વધારે ચિંતામાં છે.

આયોજન સમિતિના મુખ્ય અધિકારી (CEO) તોશિરો મ્યુતોએ ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક કમિટીના અધિકારીઓની સાથે બેઠક દરમ્યાન ચીનના કોરોના વાઇરસ અંગે ઘેરી ચિંતા દર્શાવી હતી. મને એ વાતનો બહુ ડર લાગે છે કે આ ચેપગ્રસ્ત ઘાતક બીમારી ઓલિમ્પિક રમતો પર દુષ્પ્રભાવ પાડી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.તેમણે કહ્યું હતું કે હું આશા રાખું છું કે આ બીમારી પર બહુ જલદી કાબૂ મેળવવામાં આવશે.

ટોક્યો ઓલિમ્પિકના એથ્લીટ વિલેજમાં 11,000 વિલેજમાં 11,000થી વધુ ઓલિમ્પિયનો રોકાશે. આ વિલેજના મેયર સાબુરો કાવાબુચીએ પણ કોરોના વાઇરસ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું આશા કરું છે કે આ ચેપગ્રસ્ત બીમારી જલદી ખતમ થાય, જેથી અમે પેરાલિમ્પિક અને ઓલિમ્પિક રમતોનું સુચારુ સંચાલન થઈ શકે.

ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ વારંવાર જણાવ્યું હતું કે ઓલિમ્પિકને સ્થગિત કરવાની હાલ કોઈ યોજના નથી. સ્વિટ્ર્ઝર્લેન્ડ સ્થિત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ પણ આ વાત દોહરાવી હતી.જાપાનમાં આ કોરોના વાઇરસથી અત્યાર સુધી કોઈનાં મોત થયાં નથી, પણ બુધવારે ચીનમાં આ આંકડો 490 સુધી પહોંચી ગયો હતો. ચીન હેલ્થ કમિશને મંગળવારે 65 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને કોરોના વાઇરસથી 3,887 લોકોને ચેપગ્રસ્ત હતા. અત્યાર સુધી 24,324 લોકોને આ વાઇરસથી ચેપ લાગ્યો છે.

(7:22 pm IST)