Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં ફુટબોલ મેચ દરમિયાન પાસે બેઠેલી મહિલાને કિસ કરનાર વ્‍યક્તિ સોશ્યલ મીડિયામાં ટ્રોલ થયો

ઇક્વાડોર: દક્ષિણ અમેરિકામાં સ્થિત ઇક્વાડોર દેશમાં એક ફૂટબોલ મેચ દરમિયાન પાસે બેઠેલી મહિલાને કિસ કરવાના ચક્કરમાં એક આદમી સોશિયલ મીડિયામાં જોરદાર ટ્રોલ થઇ રહ્યો છે. જોકે રોજર ગોંજાલિઝ નામના એક રિપોર્ટરે આ વીડિયો ક્લિપ ટ્વિટર પર પોસ્ટ કરી અને મજાકિયા અંદાજમાં આ વીડિયોના કેપ્શનમાં લખ્યું, 'જ્યારે તમે તમારી પાસે બેઠેલી છોકરીને કિસ કરી રહ્યા હોવ તો તમને ખબર હોવી જોઇએ કે તમારા લગ્ન ખતમ થઇ ચૂક્યા છે કારણ કે તમે કેમેરા પર છે. આ વીડિયોને અત્યાર સુધી 2 કરોડ 75 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે અને 3 લાખ 43 હજારથી વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે. 

જોકે ઇક્વાડોરમાં બર્સિલોના એસસી અને ડેલફિન વચ્ચે એક મેચ રમાઇ રહી હતી. તમને જણાવી દઇએ કે આ મેચનું લાઇવ પ્રસારણ થઇ રહ્યું હતું. ફૂટબોલ સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો વચ્ચે એક મહિલા અને પુરૂષ પણ બેઠેલા હતા. ત્યારે પુરૂષ પોતાની પાસે બેઠેલી મહિલાને ધીમેથી કિસ કરવા લાગ્યા છે અને તમામ ઘટનાક્રમ ભૂલથી લાઇવ પ્રસારિત થઇ જાય છે. આ વ્યક્તિની ઓળખ દેયવી એંડ્રેડના રૂપમાં થઇ છે. એંડૃએડને ખબર પડે છે કે તેની કિસ કરવું કેમેરામાં રેકોર્ડ થઇ રહ્યું છે તો જલદી જ પોતાનો હાથ મહિલાના ખભા પરથી ઉઠાવીને તેને થોડો દૂર થઇ જાય છે અને શરમના કારણે નીચે જોવા લાગે છે.

અત્રે ઉલ્લેખનીય છે રોજર દ્વારા પોસ્ટ કરવામાં આવી આ પોસ્ટ પર સોશિયલ મીડિયા પર લોકોએ ખૂબ મજા લીધી. એક વ્યક્તિએ લખ્યું 'ભીડમાં તમે નોટીસ કરશો તો એક અને બીજા વ્યક્તિને કોમેન્ટમાં લખ્યું 'હું કાલે રાત્રે આ લાઇવ જોઇ રહ્યો હતો. તેને જે કરવું હતું તે તેણે કરી લીધું બધા લોકો તેનો મજાક બનાવી રહ્યા છે અને રમત વખતે કોમેન્ટેટર પણ.

અત્રે ઉલ્લેખનીય છે કે આ આખી ઘટના પાછળ એક નિકળીને આવી છે કે એંડ્રેડ પોતાની પત્નીને દગો આપી રહ્યા હતા. આ વીડિયોના લીધે તેની પોલ ખુલી ગઇ. ત્યારબાદ એંડ્રેડે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા પણ આપી. એંડ્રેડે લખ્યું 'ઘણી બધી દગો આપનાર મહિલાઓના વીડિયો સોશિયલ મીડિયા પર છે પરંતુ તેમને તો કોઇ કંઇ કહેતું નથી. પછી એંડ્રેડને ટ્રોલ કરનારાઓ લખ્યું 'તમને લોકોને ખબર નથી કે તમારા લોકોના કારણે મારે કેટલી માનસિક પીડા સહન કરવી પડે છે. મારો સંબંધ તૂટી ગયો છે. તમને જણાવી દઇએ કે અત્યાર સુધી વીડિયોમાં એંડ્રેડ સાથે જે મહિલા હતી અને એંડ્રેડની જૂની જીવનસાથીની ઓળખ થઇ શકી નહી.

(5:03 pm IST)