Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

રણજીમાં વસીમ જાફર ૧૨ હજાર રન બનાવનારો પહેલો બેટ્સમેન બન્યો

નવી દિલ્હીઃ રણજી ટ્રોફીમાં ઇન્ડિયન ટીમના ભૂતપૂર્વ ઓપનર વસીમ જાફરે   ૧૨,૦૦૦ રન પૂરા કર્યા છે આ કીર્તિમાન રચનારો તે પહેલો પ્લેયર બન્યો છે. વિદર્ભ અને કેરળ વચ્ચે ગઈ કાલે રમાયેલી મેચમાં જાફરે આ સિદ્ઘિ હાંસલ કરી હતી. ૧૯૯૬-૯૭માં વસીમે ડેબ્યુ કર્યું હતું. આ પહેલાં તેણે ૨૦૧૮માં ૧૧,૦૦૦ રન બનાવ્યા હતા. ઇન્ડિયા માટે જાફરે ૩૧ ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે કુલ ૧૯૪૪ રન બનાવ્યા છે આ રનમાં પાંચ સેન્ચુરી અને ૧૧ હાફ સેન્ચુરી સામેલ છે.

(3:29 pm IST)