Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ધોનીએ મિત્રો માટે બનાવી પાણીપુરી : વોલીબોલ રમ્યો

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હાલમાં મિત્રો સાથે માલદીવમાં રજા માણી રહ્યો છે. સોશ્યલ મીડિયામાં ધોનીના બે વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વિડીયોમાં તે પાણીપુરી બનાવી રહ્યો છે અને બીજા વિડીયોમાં વોલીબોલ રમતો જોવા મળે છે.

એક વિડીયોમાં ધોની પિયુષ ચાવલા અને આર.પી.સિંહ સાથે જોવા મળે છે અને પાણીપુરી બનાવી રહ્યો છે. આર.પી. સિંહ કહે છે કે શું હંુ તમારી પાસેથી ઓર્ડર લઈ શકુ છું? જવાબમાં ધોની કહે છે હા જો તમારી ઈચ્છા હોય તો આર.પી. કહે છે જલ્દી દો યાર તો માહી કહે છે અબે ટાઈમ લગતા હૈ, ખાઓ.

રમતના મેદાનમાંથી પાણીપુરીના સ્ટોલ ખાતે પાણીપુરી બનાવી રહેલા ધોનીની આ એક અલગ તસ્વીર છે આ વિડીયો માલદીવનો છે જે રજા માણવા ગયો હતો. ધોની પાણીપુરી ખાવાનો શોખીન છે અને તેનો પાણીપુરી બનાવવાનો વિડીયો સામે આવ્યો છે.

(3:26 pm IST)