Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ગુજરાતનો હરમિત દેસાઈ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનઃ કારકિર્દીમાં પ્રથમવાર નેશનલ ટાઈટલ

અમદાવાદઃ ગુજરાતમાં સુરતના હરમિત દેસાઇએ ફરી રાજયનું નામ રોશન કર્યું. ૮૧જ્રાક રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સુરતના જ માનવ ઠકકરને માત આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હરમિતે ફાઇનલમાં ૪-૩થી માનવ ઠક્કરને હાર આપી હતી. હરમિત દેસાઇએ આ ટુર્નામેન્ટ જીતીને કારકિર્દીમાં પહેલી વાર નેશનલ ટાઇટલ જીત્યું હતું.

ટુર્નામેન્ટમાં બંને સુરતી ખેલાડીઓ વચ્ચે રસપ્રદ ફાઇનલ રમાઈ હતી. જેમાં હરમિત દેસાઈનો ૧૧-૪, ૧૧-૧૩, ૧૪-૧૨, ૯-૧૧, ૧૧-૮, ૫-૧૧, ૧૧-૫થીવિજય થયો હતો. ગુજરાતના જ બે ખેલાડીએ નેશનલ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હોય તેમ પહેલી વાર બન્યું હતું. આમ આ વખતે નેશનલ્સમાં ગુજરાતે ગોલ્ડ અને સિલ્વર એમ બંને મેડલ જીતી લીધા હતા.

હરમિત દેસાઈ પહેલી વાર ૨૦૧૩માં ફાઇનલમાં રમ્યો હતો. આમ તેણે પહેલું ટાઇટલ જીતવા માટે સાત વર્ષ રાહ જોવી પડી હતી. તેની આ શાનદાર સફળતા માટે હરમિતને ૨.૫ લાખ રૂપિયાનો પુરસ્કાર સાંપડ્યો હતો. બંને સુરતી ખેલાડીમાં વધુ અનુભવી એવા હરમિતે કબૂલ્યું હતું કે તેણે છેલ્લા ૧૨ મહિનામાં આકરી મહેનત કરી હતી. ખાસ કરીને તેણે બ્લોકસ અને શોટ પસંદગીમાં માનવ સામે વધુ મહેનત કરી હતી.

(12:57 pm IST)