Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ડેબ્યૂ મેચમાં જ મયંક અગ્રવાલ અને પૃથ્વી શો એ રચ્યો ઇતિહાસ: પોતાના નામે કર્યો અનોખો રેકોર્ડ

વન ડે ઇન્ટરનેશનલમાં આવું ચોથી વાર બન્યું

મુંબઈ : ન્યૂઝીલેન્ડ-ભારત વચ્ચે ત્રણ મેચની વન ડે સીરીઝનો પ્રારંભ થયો છે  હેમિલ્ટનના સેડેન પાર્કમાં ભારતીય ટીમ બે યુવા ઓપનર સાથે ઉતરી અને બંનેએ પોતાનું વન ડે ડેબ્યૂ કર્યુ છે. રોહિત શર્મા અને શિખર ધવનની ગેરહાજરીમાં કેપ્ટન વિરાટ કોહલીએ પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલ પર ઇનિંગ શરૂ કરવાની જવાબદારી નાંખી છે. પ્રથમ વન ડે મેચ રમવા ઉતરેલા બંને બેટ્સમેને ભારતીય ઇનિંગની શરાત કરી તે ભારતીય ક્રિકેટના વન ડે ઇતિહાસમાં એક નવો અધ્યાય છે. વન ડે ઇન્ટરનેશનલમાં આવું ચોથી વાર બન્યું છે જ્યારે કોઇ ભારતીય ઓપનિંગ જોડીએ એક સાથે પોતાના વન ડે કરિયરની શરૂઆત કરી હોય.

  ભારતે પોતાની વન ડે ઇન્ટરનેશનલ મેચ 13 જુલાઇ 1974ના રોજ ઇંગ્લેન્ડ સામે રમી હતી. આ મેચમાં ભારત માટે ઇનિંગની શરૂઆત સુનીલ ગાવાસ્કર અને સુધીર નાઇકે કરી હતી. સાથે જ બીજી વાર પાર્થસારથી શર્મા અને દીલીપ વેંગસકરે 1976માં ન્યૂઝીલેન્ડ સામે ક્રાઇસ્ટચર્ચમાં ઇનિંગની શરૂઆત કરી અને પોતાના વન ડે કરિયરની શરૂઆત કરી.

(11:36 am IST)