Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

રાજકોટમાં રણજી ટ્રોફી જંગઃ મુંબઈ ૨૬૧માં ઓલઆઉટ : ધર્મેન્દ્ર જાડેજાને ૫ વિકેટ : સૌરાષ્ટ્ર ૧૫૬/૪

ખંઢેરીના મેદાનમાં રમાઈ રહેલ રણજી ટ્રોફીના લીગ મેચમાં આજે બીજા દિવસે મુંબઈની ટીમ ૯૨.૩ ઓવરમાં ઓલઆઉટ થઈ ગયુ છે. ધર્મેન્દ્ર જાડેજાને ૩૦ ઓવરમાં ૯૨ રન આપી ૫ વિકેટો તેમજ કે.ડી.પટેલ ૨ અને પ્રેરક માંકડે ૨ વિકેટ લીધી છે. આ લખાય છે ત્યારે સૌરાષ્ટ્ર દાવમાં છે અને ૪૯.૨ ઓવરમાં ૪ વિકેટે ૧૫૬ રન બનાવ્યા છે. દેસાઈ ૩૩, સ્નેલ ૪, ચૌહાણ ૨૨, વસાવડા ૪૬ રને આઉટ થયા છે : જેકશન ૪૨ અને પ્રેરક માંકડ ૦ રને દાવમાં છે.

(3:27 pm IST)