Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ભારતીય ક્રિકેટર્સ-સ્ટાફનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ

ભારતીય ક્રિકેટ બોર્ડે માહિતી આપી : ખેલાડીઓ-સ્ટાફના સભ્યોનો ત્રીજી જાન્યુઆરી ૨૦૨૧ના કોવિડ-૧૯ માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરાયો હતો

સિડની, તા. : ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે થનારી ત્રીજી ટેસ્ટ મેચથી પહેલા મહેમાન ટીમ અને સપોર્ટ સ્ટાફનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડે સોમવારના જાણકારી આપી. બીસીસીઆઈએ કહ્યું કે, ભારતીય ટીમ અને સહયોગી સ્ટાફના સભ્યોનો સિડની ટેસ્ટથી પહેલા કરાવવામાં આવેલો લેટેસ્ટ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ત્રીજી ટેસ્ટ મેચ સિડનીમાં જાન્યુઆરીથી શરૂ થશે.

બીસીસીઆઈએ નિવેદનમાં કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને સહયોગી સ્ટાફના સભ્યોનો ત્રીજી જાન્યુઆરી ૨૦૨૧ના કોવિડ-૧૯ માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તમામ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. વાઇસ કેપ્ટન રોહિત શર્મા સહિત ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનો એક રેસ્ટોરન્ટમાં ભોજન કરવાનો વિડીયો સામે આવ્યા બાદ તમામને અલગ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સાવધાની રાખતા તમામનો ટેસ્ટ કરાવવામાં આવ્યો.

રોહિત ઉપરાંત ઑપનિંગ બેટ્સમેન શુભમન ગિલ, વિકેટકીપર ઋષભ પંત, ઝડપી બૉલર નવદીપ સૈની અને ઑપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉ ખેલાડીઓમાં સામેલ હતા, જેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ જાહેરાત કરી હતી કે બીસીસીઆઈની સાથે મળીને સંયુક્ત તપાસ કરવામાં આવી રહી છે કે ખેલાડીઓએ સિરીઝ માટે તૈયાર બાયો સિક્યોર પ્રોટોકોલનું ઉલ્લંઘન તો નથી કર્યું. પાંચેય ખેલાડીઓને જો કે અભ્યાસ કરવા અને સિડની મેચ માટે ટીમની સાથે યાત્રા કરવાની પરવાનગી આપવામાં આવી હતી.

બંને ટીમો વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ અત્યારે -૧થી બરાબરી પર છે. ભારતને જ્યાં પહેલી ટેસ્ટ મેચમાં વિકેટે હાર મળી હતી તો બીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને હાર મળી હતી. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રહાણે ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરી રહ્યો છે.

(7:35 pm IST)