Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

પૂર્વ વિશ્વ નંબર વન સેરેના પણ નહીં રમે ઓસ્ટ્રેલિયાઈ ઓપનમાં

નવી દિલ્હી: લાગે છે કે 15 જાન્યુઆરીથી સારું ઠંર વર્ષના પહેલા ગ્રેન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયાઈ ઓપન ફીકો રહી જશે. ટૂર્નામનેટ શરૂ થતા પહેલા ટોપ લેવલના ખેલાડીઓએ પોતાના નામ કોઈના કોઈ કારણોસર પાછા ખેંચી લીધા છે. જાપાનના કેઈ નિશિકારી અને બ્રિટેનના એન્ડી મરે પછી હવે પૂર્વ વિશ્વ નંબર વન અમેરિકાની સેરેના વિલિયમ્સે પણ ટુર્નામેન્ટથી નામ પાછું લઇ લીધું છે. અમેરિકી ખેલાડીએ આજે વાતની જાહેરાત કરી છે.

સપ્ટેમ્બરમાં પુત્રીને જન્મ આપનાર સેરેના ઓસ્ટ્રેલિયાઈ ઓપનમાં રમશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પણ તાજેતરમાં તે નથી રમવાની તેની જાહેરાત કરવામાં આવી છે.

(5:52 pm IST)