Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

IPLમાં કલકત્તાએ ગૌતમ ગંભીરને રિલીઝ કર્યો

આઈપીએલ ૨૦૧૮માં ૨૭ અને ૨૮ જાન્યુઆરીએ બેંગ્લોરમાં થનારી ક્રિકેટરોની હરાજી પહેલા ગઈકાલે દરેક ટીમ એના જે ખેલાડીઓને રીટેન કરવામાં આવનાર છે. તેમના નામ રીલીઝ કર્યા હતા. જેમાં સૌથી આશ્ચર્યની વાત હતી કે શાહરૂખ ખાનની કલકતા નાઈટ રાઈડર્સે કેપ્ટન ગૌતમ ગંભીરને રીલીઝ કર્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૧૭ કરોડમાં વિરાટ કોહલીને જાળવી રાખ્યો છે અને તે હાલમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

રાઈટ ટુ મેચથી લઈ શકાશે ખેલાડી

આઈપીએલની અગીયારમી સીઝનમાં જે ટીમે એના ખેલાડીઓને રીટેન નથી કર્યા તેમને હરાજી વખતે પાછા લઈ શકે છે. આ માટે ટીમ રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરી શકાશે. હરાજી વખતે કોઈ ખેલાડીની પાંચ કરોડ રૂપિયાની બોલી લાગે તો આ ખેલાડીને રીલીઝ કર્યા હોય એ પોતાની ટીમમાં પાછો લઈ શકશે.

(12:36 pm IST)