Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

હેપ્પી બર્થડે ભારતીય પૂર્વ ક્રિકેટર અજીત અગરકર

નવી દિલ્હી:ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી અજીત અગરકર ઘણી મેચમાં ભારત માટે યાદગાર પ્રદર્શન કરી ચુક્યા છે. તેમને મુંબઈમાં માટુંગાના એક કોલેજમાં અભ્યાસ કર્યો અને તેની સાથે રમાકાંત અચરેકરથી કોચિંગ પણ લઇ રહ્યા છે. દરમિયાન તેમને ૧૯૯૬ માં પ્રથમ શ્રેણી અને લિસ્ટ-એની મેચમાં રમવાની તક મળી હતી. તેમને મુંબઈ તરફથી રમવાની તક મળી હતી.વનડે મેચમાં ડેબ્યુ કર્યા બાદ અજીત અગરકરે સ્ટાર ખેલાડીના રૂપમાં ઓળખાણ બનાવી હતી. ટીમ ઇન્ડિયાની વનડે હિસ્ટ્રીમાં અજીત અગરકરે સૌથી ઝડપી અડધી સદી પણ ફટકારી હતી. તેમને ૨૦૦૦ માં ઝિમ્બાબ્વે સામે ૨૧ બોલમાં અડધી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યાર બાદ ૨૦૦૩ માં અજીત અગરકરે એડીલેડમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચમાં સદી ફટકારી અને અહીંથી તેમને લોકપ્રિયતા મળી હતી.

અજીત અગરકર આંતરરાષ્ટ્રીય કારકિર્દી ઘણી રસપ્રદ રહી છે. તેમને ૧૯૧ વનડે મેચમાં ૨૮૮ વિકેટ લીધી છે. તેના સિવાય ૨૬ ટેસ્ટ મેચમાં ૫૮ વિકેટ મેળવી છે. તેમને ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે, જેમાં વિકેટ લીધી હતી. અજીત અગરકર બોલિંગ ઓલરાઉન્ડરના રૂપમાં રમતા હતા એક ખાસ્સ પણ હતી કે, નવી અને જૂની બંને બોલથી વિકેટ લેવામાં નિષ્ણાંત હતા.ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ બોલર આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમી ચુક્યા છે. તેના સિવાય મિડલસેક્સ ટીમ તરફથી પણ રમ્યા છે. તેમને આઈપીએલની ૪૨ મેચમાં ૨૯ વિકેટ મેળવી છે.

 

(7:07 pm IST)