Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

હોકી વિશ્વ લીગ ફાઇનલ્સ: ભારતની આજે જર્મનની સાથે ટક્કર

નવી દિલ્હી: ભારતીય ટીમની આજે ટક્કર હોકી વિશ્વ લીગ ફાઇનલ્સમાં પોતાની અંતિમ પુલ મેચમાં યુરોપિયન પાવરહાઉસ જર્મની સાથે થવાની છે.  ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચમાં સહનદાર પ્રદર્શન કર્યું પણ બીજી મેચ નિરાશાજનક રહી હતી.

પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સાથે 1-1થી મેચ ડ્રોમાં રમી તો બીજી તરફ બીજી મેચમાં ઇંગ્લેન્ડ સામે 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા ઘણા સમયથી આવું જ જોવા મળી રહ્યું છે ભારતીય ટીમ એક મેચમાં સારું પ્રદર્શન કરે તો બીજી મેચમાં પોતાની અગાઉની મહેનત પર પાણી ફેરવી નાખે છે.

 

(7:06 pm IST)