Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

દિલ્હી ટેસ્ટ રોચક તબક્કામાં પ્રવેશી : ભારત વધુ મજબૂત

પ્રવાસી શ્રીલંકા હજુ પણ ૧૮૦ રન પાછળ છે : પ્રથમ ઇનિંગ્સમાં ૯ વિકેટે ૩૫૬ : કાલે ચોથા દિવસની રમત નિર્ણાયક હશેઃ ચાંદીમલ અને મેથ્યુસની ભવ્ય સદી

નવી દિલ્હી,તા. ૪ : દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન ખાતે રમાઇ રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે ભારતે તેની સ્થિતી અતિ મજબુત બનાવી લીધી હતી. આજે રમત બંધ રહી ત્યારે ભારતના પ્રથમ દાવમાં સાત વિકેટે ૫૩૬ રન દાવ ડિકલેરના જવાબમાં પ્રવાસી શ્રીલંકાએ તેના પ્રથમ દાવમાં નવ વિકેટે ૩૫૬ રન કર્યા હતા. આજે રમત બંધ રહી ત્યારે કેપ્ટન ચાંડીમલ ૧૪૭ રન સાથે મેદાનમાં હતો. જ્યારે છેલ્લી વિકેટ તરીકે તેની સાથે સંદાકન શુન્ય રન સાથે રમતમાં છે. તે પહેલા ઓલરાઉન્ડ મેથ્યુસે પણ સદી કરી હતી. તે ૧૧૧ રન કરી આઉટ થયો હતો. મેથ્યુસ અને ચાંડીમલે ચોથી વિકેટની ભાગીદારીમાં ૧૮૧ રન કર્યા હતા. તેમની લાંબી ભાગીદારીના કારણે શ્રીલંકાને સસ્તામાં આઉટ કરવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યુ હતુ. જો કે શ્રીલંકા હજુ પણ ૧૮૦ રન પાછળ છે અને તેની એક વિકેટ હાથમાં છે. આ ટેસ્ટ મેચમાં પરિણામની શક્યતા હજુ પણ રહેલી છે.  ભારતે ગઇકાલે બીજા દિવસે સાત વિકેટે ૫૩૬ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી વિરાટ કોહલીએ ૨૪૩ રન કર્યા હતા. ૨૮૭ બોલમાં ૨૫ ચોગ્ગા સાથે કોહલીએ આ રન બનાવ્યા હતા. કોહલીએ સતત બીજી બેવડી સદી ફટકારી હતી. આ ઉપરાંત રોહિત શર્મા ૬૫ રન કરીને આઉટ થયો હતો. ભારતના જંગી જુમલા સામે શ્રીલંકાની ફરી એકવાર કંગાળ શરૃઆત થઇ હતી અને બે વિકેટ માત્ર ૧૪ રને ગુમાવી દીધી હતી. જો કે, ત્યારબાદ સ્થિતિ સુધરી હતી. રમત બંધ રહી ત્યારે મેથ્યુસ ૫૭ અને કેપ્ટન ચાંદીમલ ૨૫ રન સાથે રમતમાં હતા. ગઇકાલેના સ્કોરથી આ બન્ને બેટ્સમેનોએ રમત આજે  સોમવારે ત્રીજા દિવસે આગળ વધારી હતી. બન્નેએ મક્કમ બેટિંગ કરીને સદી કરી હતી.   છેલ્લા પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે મેચોની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ૨૬ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતે ૯ ટેસ્ટ મેચો જીતી છે. ૯ ટેસ્ટ મેચો ડ્રો થઇ છે. આઠ ટેસ્ટ મેચોમાં ભારતની પણ હાર થઇ છે. એકંદરે  ૨૬ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે. હેડ ટુ હેડની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ખુબ રોમાંચક ઇતિહાસ રહ્યો છે. ૨૦મી ઓગસ્ટ ૨૦૧૫ અને ૧૪મી ઓગસ્ટ ૨૦૧૭ વચ્ચેના ગાળામાં છેલ્લી ૭ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતની જીતનો દેખાવ શાનદાર રહ્યો છે. બીજી બાજ ભારતમાં શ્રીલંકા સામે ૧૮ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે જે પૈકી ભારતે ૧૧ ટેસ્ટ મેચોમાં જીત મેળવી છે જ્યારે બાકીની આઠ ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી છે. આ ટેસ્ટ મેચમાં પરિણામ આવવાની શક્યતા હજુ પણ દેખાઇ રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શ્રેણી ૨-૦થી જીતવા માટે સજ્જ છે. અત્રે નોંધનીય છે કે  નાગપુરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ધારણા પ્રમાણે જ શ્રીલંકા સામે ઐતિહાસિક જીત મેળવી હતી. શ્રીલંકા સામે હજુ સુધીની સૌથી મોટી જીત મેળવ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. આ અગાઉ ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશની સામે એક ઇનિંગ્સ અને ૨૩૯ રને જીત મેળવી હતી. નાગપુરમાં ભારતે એક ઇનિંગ્સ અને ૨૩૯ રને જીત મેળવી હતી જે સૌથી મોટી જીત હતી.  ૧૧મી વખતે ભારતે શ્રીલંકાને એક ઇનિંગ્સના અંતરથી હાર આપી હતી. શ્રીલંકાએ પ્રથમ ઇનિંગ્સમાં ૨૦૫ રન કર્યા હતા. જેના જવાબમાં ભારતે છ વિકેટે ૬૧૦ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. શ્રીલંકાની ટીમ તેના બીજા દાવમાં ૪૯.૩ ઓવરમાં ૧૬૬ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. ભારતીય ટીમ જીતની બિલકુલ નજીક પહોંચીને જીતથી વંચિત રહી જતા ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા.

સ્કોરબોર્ડ : દિલ્હી ટેસ્ટ

ભારત પ્રથમ દાવ :  ૫૩૬-૭ (ડિક)

શ્રીલંકા પ્રથમ દાવ :

કરુણારત્ને

કો. સહા બો. સામી

૦૦

પરેરા

એલબી બો. જાડેજા

૪૨

સિલ્વા

એલબી બો. ઇશાંત

૦૧

મેથ્યુસ

કો. સહા બો. અશ્વિન

૧૧૧

ચાંદીમલ

અણનમ

૧૪૭

સમરવિક્રમા

કો. સહા બો. ઇશાંત

૩૩

સિલ્વા

કો. ધવન બો. અશ્વિન

૦૦

ડિકવિલ્લા

બો. અશ્વિન

૦૦

લકમલ

કો. સહા બો. સામી

૦૫

ગમાજ

એલબી બો. જાડેજા

૦૧

સંદાકન

અણનમ

૦૦

વધારાના

 

૧૬

કુલ

(૧૩૦ ઓવરમાં ૯ વિકેટે)

૩૫૬

પતન  : ૧-૦૦, ૨-૧૪, ૩-૭૫, ૪-૨૫૬, ૫-૩૧૭, ૬-૩૧૮, ૭-૩૨૨, ૮-૩૩૧, ૯-૩૪૩

બોલિંગ : સામી : ૨૪-૬-૭૪-૨, ઇશાંત : ૨૭-૬-૯૩-૨, જાડેજા : ૪૪-૧૩-૮૫-૨, અશ્વિન : ૩૫-૮-૯૦-૩

 

 

(8:10 pm IST)