Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

શુભનમ ગીલે દેવધર ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ: તોડ્યો કોહલીનો 10 વર્ષ જુનો રેકોર્ડ : સૌથી નાની વયે કપ્તાની

મુંબઈ : ટીમ ઈન્ડિયાનાં યુવા બેટ્સમેન શુભમન ગીલે સોમવારે દેવધર ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો હતો. ઈન્ડિયા સીની કમાન સંભાળનારા 20 વર્ષીય ગિલે દેવધર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીનો 10 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. શુભમન દેવધર ટ્રોફીની ફાઈનલમાં ઈન્ડિયા સી ટીમની કેપ્ટની કરવા વાળો સૌથી યુવા ખેલાડી બની ગયા છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ 2009-10માં દેવધર ટ્રોફી માટે ઉત્તર ઝોનની કપ્તાન કરી હતી. તે સમયે વિરાટ 21 વર્ષ 124 દિવસનો હતો. શુબમન ગિલે 20 વર્ષ 57 દિવસની ઉંમરે આ પરાક્રમ કર્યું છે.

અંતિમ મેચમાં શુભમન ગિલની કપ્તાન ઈન્ડિયા સીને પરાજિત કર્યા બાદ ઈન્ડિયા બીએ દેવધર ટ્રોફી જીતી લીધી છે. ભારત બી તરફથી કેદાર જાધવ (86), યશસ્વી જયસ્વાલ (54) એ શાનદાર અડધી સદી રમી હતી. તે જ સમયે, શાહબાઝ નદિમે બોલિંગમાં બેજોડ પ્રદર્શન કર્યું હતું. તેણે 10 ઓવરમાં 37 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી

(1:22 am IST)