Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

સમાયરા રોહિત શર્મા સાથે ધવનની મસ્તી

નવી દિલ્હી : વન-ડે અને ટી-૨૦માં ઈન્ડિયન ક્રિકેટ ટીમની ઓપનીંગ જોડી રોહિત શર્મા અને શિખર ધવને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી-૨૦ મેચ પહેલા હોટેલની રૂમમાં મસ્તી કરીને સમય પસાર કર્યો હતો. આ મસ્તી તેઓ રોહિતની દિકરી સમાયરા સાથે કરી રહ્યા હતા. રોહિતની નન્હી પરી તેના પપ્પાના ખોળામાં છે, જયારે બાજુમાં શિખર અંકલ તેને પોતાનું કિલન શેવવાળુ માથુ આપે છે જેના પર સમાયરા હાથ લગાડે છે અને શિખર અંકલ પલંગ પર બેઠા બેઠા ભમ થઈ જાય છે. એ મસ્તી જોઈને છુટકી સમાયરા ખુશખુશાલ થઈ જાય છે. શિખરે આ વિડીયો સાથે લખ્યુ હતું કે સમાયરા સાથે કેટલીક મસ્તી.

 

(1:06 pm IST)