Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

પ્રથમ ટેસ્ટ : આફ્રિકા તરફથી એલ્ગરે-ડિકોક સદી ફટકારી

ભારતના ૫૦૨ રન સામે આફ્રિકાના ૩૫૮ રન : વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચ ડ્રો તરફ આગળ વધી : પ્રવાસી આફ્રિકા ૧૧૭ રન પાછળ : એલ્ગરના ભવ્ય ૧૬૦ રન

વિશાખાપટ્ટનમ,તા.૪ : વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતના પ્રથમ દાવમાં સાત વિકેટે ૫૦૨ રન ઓલઆઉટના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ આઠ વિકેટ ગુમાવીને ૩૮૫ રન કર્યા હતા. પ્રવાસી દક્ષિણ આફ્રિકાની ટીમ હજુ ૧૧૭ રન પાછળ છે અને તેની બે વિકેટ હાથમાં છે. આફ્રિકા તરફથી એલ્ગરે ૧૬૦ અને ડી કોકે ૧૧૧ રન બનાવ્યા હતા. જેના કારણે આફ્રિકાએ લડાયક બેટિંગ કરી હતી. એલ્ગરે ૧૮ ચોગ્ગા અને ચાર છગ્ગા ૧૬૦ રન કર્યા હતા. ડી કોકે ૧૬૩ બોલમાં ૧૬ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૧૧૧ રન કર્યા હતા. ભારત તરફથી અશ્વીને સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. આજની રમતની મુખ્ય વિશેષતા એ હતી કે આફ્રિકાએ જોરદાર આક્રમક બેટિંગ કરી હતી. જેથી ચાહકો રોમાંચિત દેખાયા હતા. આફ્રિકાના બેટ્સમેનોની શાનદાર બેટિંગ જોવા મળી હતી. જાડેજાએ બે વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસે  વરસાદના કારણે નિર્ધારિત ૯૦ ઓવરની રમત શક્ય બની ન હતી.

             અંતિમ સત્રની રમત વરસાદના કારણે શક્ય બની ન હતી. પ્રથમ દિવસે ભારતે કોઇપણ વિકેટ ગુમાવ્યા વગર ૨૦૨ રન બનાવી લીધા હતા.  આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે બુધવારના દિવસે ફટકારેલી સદી પહેલા રોહિત શર્માએ ૨૭ ટેસ્ટ મેચોમાં ૩૯.૬૨ રનની સરેરાશ સાથે ૧૫૮૫ રન કર્યા  હતા.વનડે ક્રિકેટમાં ૧૦૦૦૦થી વધુ રન બનાવી ચુક્યો છે. ભારત તરફથી મયંક અગ્રવાલે ૨૧૫ રન કર્યા હતા. ભારતે સાત વિકેટે ૫૦૨ રન કરીને દાવ પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો. આફ્રિકાને આ ટેસ્ટ મેચમાં મુશ્કેલીનો સામનો ભારતીય સ્પીનરો સામે કરવો પડી શકે છે.  રવિચન્દ્ર અશ્વિન અને જાડેજાએ હજુ સુધી ૨૮ ટેસ્ટ મેચો રમી છે. જેમાંથી ભારતની ૨૧ ટેસ્ટ મેચોમાં જીત થઇ છે. જ્યારે છ ટેસ્ટ મેચો ડ્રો રહી છે. આ જોડીની હાજરીમાં ભારતે જે મેચો રમી છે તે પૈકી ૨૧ ટેસ્ટ મેચોમાં જીત મેળવી છે. જે સાબિત કરે છે કે તેમની હાજરી હરિફ ટીમો માટે કેટલી ઘાતક રહેલી છે. અશ્વિને આ ૨૮ ટેસ્ટમાં ૧૭૧ વિકેટ લીધી છે. જ્યારે જાડેજાએ ૨૮ ટેસ્ટ મેચોમાં ૧૪૪ ટેસ્ટ વિકેટ પોતાના નામ પર કરી છે. એમકુલમળીને બંનેએ સાથે રમતા કુલ ૩૧૫ વિકેટ ઝડપીછે. દક્ષિણ આફ્રિકા જ્યારે વર્ષ ૨૦૧૫માં ભારતના પ્રવાસે આવ્યું હતું ત્યારે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં અશ્વિને ૩૧ અને જાડેજાએ ૨૩ વિકેટ લીધી હતી. આફ્રિકાની ટીમની કુલ ૭૦ પૈકીની ૫૬ વિકેટો આ બે બોલરોએ લીધી હતી.

એલ્ગર-ડિકોક છવાયા

વિશાખાપટ્ટનમ, તા. ૪ : વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આફ્રિકાના એલ્ગર અને ડિકોકે સદી ફટકારી હતી. એલ્ગરે ૨૮૭ બોલમાં ૧૮ ચોગ્ગા સાથે ૧૬૦ રન કર્યા હતા. જ્યારે ડિકોકે ૧૬૩ બોલમાં ૧૧૧ રન બનાવ્યા હતા. જેથી આફ્રિકા મજબુત સ્થિતિમાં છે. બંનેની બેટિંગ નીચે મુજબ છે.

એલ્ગર

રન............................................................... ૧૬૦

બોલ............................................................. ૨૮૭

ચોગ્ગા............................................................. ૧૮

છગ્ગા.............................................................. ૦૪

સ્ટ્રાઇકરેટ.................................................. ૫૫.૭૪

ડિકોક

રન............................................................... ૧૧૧

બોલ............................................................. ૧૬૩

ચોગ્ગા............................................................. ૧૬

છગ્ગા.............................................................. ૦૨

સ્ટ્રાઇકરેટ.................................................. ૬૮.૦૯

સ્કોરબોર્ડ

ભારત પ્રથમ દાવ : ૭ વિકેટે ૫૦૨ ડીક.

આફ્રિકા પ્રથમ દાવ :

એલ્ગર

કો.પુજારા બો. જાડેજા

૧૬૦

મારક્રમ

બો. અશ્વિન

૦૫

બ્રુયન

કો. સહા બો. અશ્વિન

૦૪

પીડટ

બો. જાડેજા

૦૦

બાઉમા

એલબી બો. શર્મા

૧૮

ડુપ્લેસીસ

કો. પુજારા બો. અશ્વિન

૫૫

ડીકોક

બો. અશ્વિન

૧૧૧

મુથુસ્વામી

અણનમ

૧૨

ફીલાન્ડર

બો. અશ્વિમ

૦૦

મહારાજ

અણનમ

૦૩

વધારાના

 

૧૭

કુલ

(૧૧૮ ઓવરમાં ૮ વિકેટે)

૩૮૫

પતન : ૧-૧૪, ૨-૩૧, ૩-૩૪, ૪-૬૩, ૫-૧૭૮, ૬-૩૪૨, ૭-૩૭૦, ૮-૩૭૬.

બોલિંગ : ઇશાંત શર્મા : ૧૪-૨-૪૪-૧, સામી : ૧૫-૩-૪૦-૦, અશ્વિન : ૪૧-૧૧-૧૨૮-૫, જાડેજા : ૩૭-૪-૧૧૬-૨, વિહારી : ૯-૧-૩૮-૦, રોહિત શર્મા : ૨-૧-૭-૦

(8:01 pm IST)