Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

એથ્લીટ સુધા સિંહાની સરકાર સામે નોકરીની માંગ

નવી દિલ્હી: વર્ષોથી નોકરીની વાટ જોઇ રહેલી સ્ટાર એથલીટ રાયબરેલીની સુધા સિંહની પીડા રાષ્ટ્રમંડલ અને એશિયાઇ રમતના પ્રદેશ વિજેતાઓના સન્માન સમારોહમાં મંગળવારે સીએમ યોગી આદિત્યનાથની સામે ઉભરી આવી હતી. જ્યારે સુધા મંચ પર પદક લેવા પહોંચી તેમણે સીએમ યોગીને જણાવ્યું કે, ઇનામની રકમ પરત લઇ લો, મને માત્ર યુપીમાં નોકરી આપી દો. આ વાત પર સીએમએ ઇનામની રકમનો ચેક આપતા જણાવ્યું કે, આ તારો અધિકાર છે, અને જ્યાં સુધી નોકરીની વાત છે, તેના માટે પ્રક્રિયા ચાલી રહી છે નોકરી જરૃર મળશે. સન્માન સમારોહ બાદ સુધાએ જણાવ્યું હતું કે, વર્ષોથી દેશ માટે પદક જીતવા છતાય યુપી સરકાર મારા માટે નોકરીની વ્યવસ્થા કરી શકી નથી. ઇનામી રકમ પરત લઇ લો, મને મારા ઘર યુપીમાં પરત બોલાવી લો. મને વર્ષોથી અહિંયા માત્ર આશ્વાસન જ મળી રહ્યું છે. હાલમાં સેન્ટ્રલ રેલવે, મુંબઇમાં આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર(એસીએમ) સુધાએ જણાવ્યું કે, મારી વય ૩૨ વર્ષ થઇ ગઇ છે. ૨૦૧૦માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને આ વર્ષે જકાર્તા એશિયન ગેમ્સમાં પણ સિલ્વર મેડલ દેશ માટે જીત્યો છે આ દરમિયાન બે વખત ઓલમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. યુપીમાં નોકરી પ્રાપ્ત કરવા માટે આટલું પૂરતું નથી આનાથી વધારે મારે શું કરવું પડશે. સુધાએ જણાવ્યું કે, મારી કારકિર્દીમાં હવે વધારે સમય બાકી નથી. વર્ષોથી હું રમત-ગમત વિભાગમાં નોકરી મેળવવા માટે ધક્કાઓ ખાઈ રહી છું. આજે સીએમ અને રાજ્યપાલ સાથે મુલાકાત કરીને તેમને આ વાત જણાવી હતી, જોઇએ શું થાય છે. ભારતીય ઓલમ્પિક એસોસિયશનના ટ્રેઝરર આનંદેશ્વર પાંડેએ જણાવ્યું હતું કે, સીએમ અને રાજ્યપાલ સામે સુધાએ આવી રીતે નોકરી માંગી એ સારી વાત નથી. અમે પણ ઇચ્છીએ છેકે સુધાને યુપીમાં નોકરી મળી જાય, પરંતુ આ એક લાંબી પ્રક્રિયા છે સુધાએ ધીરજ રાખવી જોઇએ.

(6:05 pm IST)