Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

યુ.એસ. ઓપનમાં સેરેના વિલિયમ્‍સ સેમિ ફાઇનલમાં પહોંચીઃ વર્લ્‍ડ નં.3 ફેડરર ફેંકાયો

ન્યૂયોર્કઃ અમેરિકામાં ચાલી રહેલા યૂએસ ઓપનમાં સ્વિટ્ઝર્લેન્ડનો રોજર ફેડરર ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઈ ગયો છે. વર્લ્ડ નંબર-3 ફેડરરને 78મી રેન્કના ગ્રેગોર દિમિત્રોવે પાંચ સેટ સુધી ચાલેલા મુકાબલામાં હરાવ્યો હતો. દિમિત્રોવે મેચ 3-6, 6-4, 3-6, 6-4, 6-2થી જીતી હતી. તે પ્રથમવાર કોઈ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચ્યો છે. મહિલા સિંગલ્સમાં સેરેના વિલિયમ્સ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં ચીનની વાંગ કિયાંગને હરાવી હતી. ટૂર્નામેન્ટમાં સેરેનાની 100મી જીત છે. આઠમી વરીયતા પ્રાપ્ત સેરેનાએ વિયાંગને 6-1, 6-0થી હરાવી હતી.

સેરેના સેમિફાઇનલમાં યૂક્રેનની એલિના સ્વિતોલિના સામે ટકરાશે. સ્વિતોલિનાએ ક્વાર્ટરફાઇનલમાં ગ્રેટ બ્રિટેનની જોન્ટા કોન્ટાને હરાવી હતી. તેણે મુકાબલો 6-4, 6-4થી પોતાના નામે કર્યો હતો. સ્વિતોલિના પ્રથમવાર સેમિફાઇનલમાં પહોંચી છે. સેરેના  1999, 2002, 2008, 2012, 2013 અને 2014મા યૂએસ ઓપન જીતી ચુકી છે.

મેદવેદેવ પ્રથમવાર કોઈપણ ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં

મેન્સ સિંગલ્સમાં રૂસના દાનિલ મેદવેવેદ પ્રથમવાર સેમિફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે સ્વિટ્ઝર્લેન્ડના સ્ટેન વાવરિંકાને હરાવ્યો હતો. મેદવેદેવે મુકાબલો 7-6, 3-6, 6-3, 6-1થી પોતાના નામે કર્યો હતો. તે કોઈપણ ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં પ્રથવાર પહોંચ્યો છે. પહેલા ઓસ્ટ્રેલિયન ઓપનમાં તે ચોથા રાઉન્ડ સુધી પહોંચ્યો હતો.

(5:53 pm IST)