Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ટેનિસ સ્ટાર સુમિત નગાલ કહે છે કે

આર્થિક તંગીના દિવસોમાં મને વિરાટ કોહલીએ મદદ કરી હતી

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ક્રિકેટ ઉપરાંત અન્ય રમતા માટે ઘણો પ્રેમ છે એ વાત જાણીતી છે. એટલું જ નહીં, એ બીજી રમતોના ખેલાડીઓને મદદરૂપ પણ થતો હોવાના દાખલા છે. એવો એક દાખલો છે દેશના નવા ટેનિસ સ્ટાર સુમીત નગાલનો. નગાલે હાલમાં જ યુએસ ઓપન ગ્રેન્ડ સ્લેમમાં ટેનિસના મહાન પ્લેયર રોજર ફેડરર સામે સિંગલ્સ મેચ રમીને અને તેની સામે એક સેટ જીતીને સનસનાટી મચાવી દીધી હતી.

વાસ્તવમાં નગાલની સહાયતા કોહલીએ સ્થાપેલી સામાજિક સંસ્થાએ કરી હતી. કોહલીની એ સંસ્થામાં એશ્લીટ ડેવલપમેન્ટ યોજના છે જે અંતર્ગત ખેલાડીઓને તાલીમ આપવામાં આવે છે. આ જ ફાઉન્ડેશને નગાલની તાલીમનો ખર્ચ, સ્પધાઓમાં તેના ભાગ લેવાની તૈયારીઓ, ન્યુટ્રીશન તથા તેની રમત સંબંધિત પ્રત્યેક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેને સ્પોન્સર કર્યો હતો.

(1:06 pm IST)