Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ડાબોડી સ્પિનર સુનીલ જોશી બન્યા ઉત્તર પ્રદેશ રણજી ટીમના નવા કોચ

ક્રિકેટર સુનીલ જોશીને એક વર્ષ માટે કોચ બન્યા : વિજય હઝારે ટ્રોફી પહેલા ટીમની શિબિરમાં સામેલ થશે

મુંબઈ : ભારતીય ટીમના ક્રિકેટર અને ડાબા હાથના સ્પિન બોલર સુનીલ જોશીને ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનની રણજી ટીમના કોચ બનાવવામાં આવ્યા છે. સુનીલ જોશી ૨૦ સપ્ટેમ્બર સુધી ઉત્તર પ્રદેશ રણજી ટીમની શિબિરમાં સામેલ થઈ જશે.

 યુપીસીએના સચિવ યુદ્દ્વીર સિંહે જણાવ્યું છે કે,પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર સુનીલ જોશીને એક વર્ષ માટે ઉત્તર પ્રદેશની રણજી ટીમના કોચ બનાવવામાં આવ્યા છે. તે વિજય હઝારે ટ્રોફી પહેલા ટીમની શિબિરમાં સામેલ થઈ જશે

 તેમને જણાવ્યું છે કે, 'સુનીલ જોશી કર્ણાટકના રહેનાર છે અને ભારત માટે ૧૫ ટેસ્ટમાં ૪૧ વિકેટ રમી ચુક્યા છે. તેના સિવાય તેમને ૬૯ વનડેમાં ૬૯ વિકેટ લીધી છે. તેમને ભારત માટે અંતિમ વનડે ઓસ્ટ્રેલિયા સામે ૨૮ માર્ચ ૨૦૦૧ ના રમી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે  આ અગાઉ ઘણા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઉત્તર પ્રદેશની રણજી ટીમના કોચ રહી ચુક્યા છે જેમાં વેંકટેશ પ્રસાદ અને મનોજ પ્રભાકરનું નામ સામેલ છે.

 આ અગાઉ સુનીલ જોશી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સાથે બોલિંગ સલાહકાર તરીકે જોડાયા હતા. તેમ છતાં ઇંગ્લેન્ડમાં સમાપ્ત થયેલ ક્રિકેટ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશના નિરાશાજનક પ્રદર્શન બાદ સુનીલ જોશીના કોન્ટ્રાક્ટને સમાપ્ત કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશની ટીમ આ ટુર્નામેન્ટમાં લીગ સ્ટેજથી બહાર થઈ ગયા હતા.

(1:00 pm IST)