Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

૧૪૯ રનની ઈનિંગને કારકિર્દીની સેકન્ડ બેસ્ટ ઈનિંગ છે: વિરાટ કોહલી

નવી દિલ્હી: ઈંગ્લેન્ડની ભૂમિ પરના કંગાળ રેકોર્ડને કારણે દુનિયાભરના ટીકાકારોનું નિશાન બનેલા ભારતીય કેપ્ટન કોહલીએ એજબેસ્ટોનમાં શરૃ થયેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ ઈનિંગમાં જ ૧૪૯ રનની ક્લાસિક ઈનિંગ રમીને પોતાની પ્રતિભાનું પ્રમાણ આપ્યું હતુ. સિરિઝની પ્રથમ ટેસ્ટમાં કોહલીએ જે પ્રકારે યજમાન ટીમના બોલરોની સામે કમાન્ડીંગ એપ્રોચ સાથેની રમત બતાવી છે,

તેનાથી યજમાન કેમ્પ સ્તબ્ધ થઈ ગયો હતો. ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ ટોપ ઓર્ડરના ફ્લોપ શૉથી મુશ્કેલીમાં મુકાઈ હતી, ત્યારે કોહલીની અત્યંત સંઘર્ષમય ઈનિંગને કારણે ભારતે અસાધારણ લડતની સાથે મેચ પર પકડ જમાવી હતી. જોકે કોહલીએ પોતે તેની એજબેસ્ટોનની ૧૪૯ રનની ઈનિંગને કારકિર્દીની સેકન્ડ બેસ્ટ ઈનિંગ ગણાવી હતી.
એજબેસ્ટોનમાં બીજા દિવસે ટીમ ઈન્ડિયાના હિરો તરીકે બહાર આવેલા કોહલીએ કહ્યું કે, ઈંગ્લેન્ડ સામેની આ ઈનિંગને હું વર્ષ ૨૦૧૪ની એડિલેડ ટેસ્ટના પર્ફોમન્સ પછી બીજા ક્રમે મુકુ છું. ઓસ્ટ્રેલિયા સામેની એડીલેડ ટેસ્ટની ઈનિંગ મારા માટે સૌથી મહત્વની છે, કારણ કે તેમાં પાંચમા અને આખરી દિવસે અમે ૩૬૪નો પીછો કરી રહ્યા હતા, ત્યારે મેં ૧૪૧ રન કર્યા હતા. નોંધપાત્ર છે કે, કોહલીએ આ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ૧૧૫ રન કર્યા હતા. જે ટેસ્ટમાં ભારત આખરે ૪૮ રનથી હાર્યું હતુ.

 

(4:48 pm IST)