Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

પાકના પૂર્વ ક્રિકેટર ઇકબાલે કર્યા યુવા ખેલાડી નસીમ શાહના વખાણ : ભવિષ્યમાં ભારતીય ટીમના કપ્તાન કોહલીની લેશે વિકેટ

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ફૈઝલ ઇકબાલે યુવા બોલર નસીમ શાહની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓ ભવિષ્યમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પોતાનો શિકાર બનાવવામાં સફળ થશે. નસીમ શાહે હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની કારકિર્દી શરૂ કરી છે.પૂર્વ ક્રિકેટર ફૈઝલે ટ્વિટ કર્યું હતું કે, "વિરાટ એક મહાન બેટ્સમેન છે અને હું તેમનો સંપૂર્ણ આદર કરું છું. મને ખાતરી છે કે આપણા સુપરસ્ટાર ઝડપી બોલર નસીમ શાહ વાસ્તવિક ગતિ અને સ્વિંગ સાથે વિરાટને તેનો શિકાર બનાવવામાં સફળ થશે. હું ભવિષ્ય બનીશ હું બેસ્ટ બેટ્સમેન અને બોલર વચ્ચે જબરદસ્ત યુદ્ધની રાહ જોઈ રહ્યો છું. "

(5:10 pm IST)