Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

ભારતની ટીમ સ્ટ્રોન્ગ છે, અમારે રમત સુધારવી પડશે : ફેફ ડુ પ્લેસી

આવતી કાલે ભારતનો પહેલો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે. સાઉથ આફ્રિકા પોતાની પહેલી બે મેચમાં ઇંગ્લેન્ડ અને બંગલા દેશ સામે પરાજયનો સામનો કરી ચૂકયું છે.

આફ્રિકાનાં કેપ્ટન ફેફ ડુ પ્લેસીએ કહ્યું કે અમે વિશ્લેષણ કરીશું અને જોઈશું કે ટીમનું મનોબળ કેવી રીતે વધારવું? ભારતની ટીમ ઘણી મજબૂત છે અને એક ટીમ તરીકે અમને ખબર છે કે અમે સારું નથી રમી રહ્યા. અમારે આ સ્થિતિને બદલવી પડશે. સતત બે હારથી ટીમ પહેલાંથી જ પરેશાન છે અને તેના ખેલાડીઓની ઈજા ટીમની ચિંતામાં વધારો કરી રહી છે. અનુભવી બોલર ડેલ સ્ટેન ખભાની ઈજામાંથી બહાર આવી રહ્યો છે તો યુવા ઝડપી બોલર લુંગી એન્ગિડીને હમસ્ટ્રિંગની સમસ્યા છે. ડુ પ્લેસીએ કહ્યું કે અમારી પાસે બે ફાસ્ટ બોલર છે અને ક્રિસ મોરિસ પણ ઝડપી બોલિંગનો ઓપ્શન છે. અમે સર્વશ્રેષ્ઠ કામ્બિનેશન સાથે ઊતરીશું.

(2:08 pm IST)