Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

કાલથી ટીમ ઈન્ડિયાના ટાઈગર્સ મેદાનમાં ઉતરશે

ભારત- સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો : વિરાટ સેના સજ્જઃ બપોરે ૩ વાગ્યાથી જંગ

ભારતીય ટીમ પોતાનો વિશ્વકપ અભિયાનની શરૂઆત પાંચમી જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ઘ કરશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સાઉથહેમ્પસ્ટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં ભારતનો પ્રથમ મુકાબલો થશે આ મેદાન પર બંને ટીમોએ અત્યાર સુધીમાં ૩-૩ મેચ રમી છે

ઙ્ગવિરાટ કોહલીના નેતૃત્વમાં ટિમ ઇન્ડિયા અહીં પહેલીવાર મેદાનમાં ઉતરશે જયારે ફાફ ડુ પ્લેસીસની ટીમનો આ ત્રીજો મેચ છે આ પહેલા દક્ષિણ આફ્રિકાને યજમાન ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશે હરાવ્યું છે

ધ રોઝ બાઉલ મેદાન ઈંગ્લીશ કાઉન્ટરી ક્રિકેટ કલબ હેમ્પશાયરનું સ્થાનિક મેદાન છે આ સ્ટેડિયમની સ્થાપના ૨૦૦૧માં થઇ હતી આ નવા મેદાનમાં પહેલીવાર વિશ્વકપનો કોઈ મેચ રમાનાર છે આ વખતે વિશ્વકપના કુલ પાંચ મેચ અહીં રમાશે આ સ્ટેડિયમમાં કુલ ૧૫ હજાર દર્શકોને બેસવાની વ્યવસ્થા છે.

(5:00 pm IST)