Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

આઈસીસી ટેસ્ટ રેકિંગઃ બેટિંગમાં કોહલી બીજા સ્થાને, બોલિંગમાં વોક્સ, બ્રોડની છલાંગ:બેટિંગમાં ઓસ્ટ્રેલિયાનો પ્રતિબંધિત કેપ્ટન સ્ટીવ સ્મિથ પ્રથમક્રમે

દુબઈઃ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ અને સ્ટુઅર્ડ બ્રોડને ટેસ્ટ રેકિંગમાં ફાયદો થયો છે. આઈસીસીએ જાહેર કરેલ બોલિંગ રેકિંગમાં બ્રોડને બે સ્થાન અને વોક્સને એક સ્થાનનો ફાયદો થયો છે. બ્રોડ હવે 12માં સ્થાને અને વોક્સ 34માં સ્થાને આવી ગયો છે. એન્ડરસનને ત્રણ અંકનો ફાયદો થયો છે અને તે બીજા સ્થાને છે. બીજી તરફ પાકિસ્તાનના બોલર્સોને પણ રેકિંગમાં ફાયદો થયો છે. લેગ સ્પિનર શાદાબ ખાન 3 સ્થાનની છલાંગ લગાવીને 93માં સ્થાન પર આવી ગયો છે. મોહમ્મદ આમિર અને મોહમ્મદ અબ્બાસ ક્રમશઃ પોતાના 20માં અને 23માં સ્થાને યથાવત છે. 

  બેટિંગમાં ઈંગ્લેન્ડના જોસ બટલરને સૌથી વધુ ફાયદો થયો છે. અણનમ 80 રન ફટકારનાર બટલર 19 સ્થાનની છલાંગ સાથે 63માં સ્થાને આવી ગયો છે. ઈંગ્લેન્ડનો ઓપરન કુક એક સ્થાન આગળ વધીને 13માં સ્થાન પર આવી ગયો છે. ડોમિનિક બેસ 23 સ્થાન આગળ વધીને 92માં સ્થાન પર પહોંચી ગયો છે. બેટિંગમાં પ્રથમ સ્થાન પર પ્રતિબંધિક ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ છે. બીજા સ્થાને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું નામ છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ ત્રીજા સ્થાને છે. ટોપ-10માં ઈંગ્લેન્ડનો એકમાત્ર બેટ્સમેન રૂટ છે જ્યારે પાકિસ્તાનનો એકપણ ખેલાડી નથી. 

(9:00 pm IST)