Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

જે પ્રમાણે ધોનીએ તેમને તૈયાર કર્યા એ પ્રમાણે તેઓ યંગસ્ટર્સને તૈયાર કરે

ગંભીરની વિરાટ અને રોહિત પાસેથી અપેક્ષા

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને સંસદસભ્ય ગૌતમ ગંભીરની ઇચ્છા છે કે જે પ્રમાણે મહેન્દ્ર સિંહ ધોનીએ વિરાટ કોહલી અને રોહિત શર્માને તૈયાર કર્યા છે એવી જ રીતે તે બન્ને પ્લેયર આવનારી યુવા પેઢીને તૈયાર કરે.

આ વિશે વાત કરતાં ગૌતમે કહ્યું કે 'હાલના યુવા ક્રિકેટ જનરેશન જેમ કે શુભમન ગિલ અથવા સંજુ સેમસન જેવા પ્લેયરને પણ એ પ્રમાણેનો ટેકો મળવો જોઈએ જેવો કોહલી અને રોહિતને મળ્યો  હતો. હાલની તારીખમાં જયાં રોહિત સિનિયર છે. ત્યાં હું ઇચ્છિશ કે તે યુવા પ્લેયર સપોર્ટ કરે. આજે રોહિત એક સારો પ્લેયર હોવાની સાથે લોકો માટે આદર્શ પણ છે. જે પ્રમાણે ધોનીએ તેને અને કોહલીને સપોર્ટ કર્યો હતો એ પ્રમાણે હવે તેમણે યુવા પ્લેયરોને સપોર્ટ કરવો જોઈએ.

(2:59 pm IST)