Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

હવે ગૌતમ ગંભીરે પસંદ કરી ઓલ ટાઈમ ભારતીય ટેસ્ટ ટીમ : કુમ્બલેને કેપ્ટ્ન બનાવ્યો

સુનીલ ગાવસ્કરની સાથે વીરેન્દ્ર સહેવાગ ઓપનર : નંબર ત્રણ પર રાહુલ દ્રવિડ અને ચાર પર સચિન તેંડુલકર

નવી દિલ્હી : પૂર્વ ભારતીય ખેલાડી ગૌતમ ગંભીરે પોતાની ઓલ ટાઈમ ભારતીય ટેસ્ટ ટીમની પસંદગી કરી છે. તેમને આ ટીમમાં તે ખેલાડીઓને જગ્યા આપી છે જેને રમતા જોયા છે અથવા જેની સાથે તે રમ્યા છે. ખાસ વાત એ રહી કે, ધોનીને તેમને ટીમમાં સામેલ કર્યા છે પરંતુ કેપ્ટન બનાવ્યા નથી.

સ્પોર્ટ્સ ટોકથી વાતચીત કરતા ઓપનર બેટ્સમેન તરીકે ગૌતમ ગંભીરે સુનીલ ગાવસ્કરની સાથે વીરેન્દ્ર સહેવાગને રાખ્યા છે. નંબર ત્રણ પર રાહુલ દ્રવિડ અને ચાર પર સચિન તેંડુલકરનું નામ આવે છે. પાંચમાં સ્થાન માટે ગૌતમ ગંભીરે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પસંદ કર્યા અને છઠ્ઠા નંબર પર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને પસંદ કર્યા છે. ઓલરાઉન્ડર તરીકે કપિલ દેવનું નામ સામેલ કર્યું છે. હરભજન સિંહ, અનિલ કુંબલે, ઝહિર ખાન, અને જવાગલ શ્રીનાથના રૂપમાં ચાર બોલર આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

તાજેતરમાં ગૌતમ ગંભીરે અનિલ કુંબલેની કેપ્ટનશીપની પ્રશંસા કરતા તેમને મનપસંદ ગણાવ્યા હતા. હવે તેમને પોતાની ટીમના કેપ્ટન પણ અનિલ કુંબલેને જ બનાવ્યા છે. તેમ છતાં ટીમમાં સાત એવા ખેલાડી છે જે અલગ-અલગ સમયમાં ભારતીય ટીમના કેપ્ટન રહી ચુક્યા છે. ગૌતમ ગંભીરે અનિલ કુંબલેને જ મહત્વ આપતા પોતાની ટીમના કેપ્ટન પસંદ કર્યા છે. જોવામાં આવે તો તેમને બધા ૧૧ ખેલાડીઓને પસંદ કર્યા છે. ભારત માટે આ બધા અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. આ ટીમના ત્રણ બેટ્સમેન એવા છે જેને ટેસ્ટ ક્રિકેટમાં દસ હજાર રનના આંકડાને પાર કર્યો છે.

ગૌતમ ગંભીરની ઓલ ટાઈમ ભારતીય ટેસ્ટ ટીમ આ પ્રકાર છે : સુનીલ ગાવસ્કર, વીરેન્દ્ર સહેવાગ, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), કપિલ દેવ, હરભજન સિંહ, અનિલ કુંબલે (કેપ્ટન), ઝહિર ખાન, જવાગલ શ્રીનાથ

(11:11 am IST)