Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

ઈંગ્લેન્ડની કાઉન્ટી સાથે કોહલીએ કર્યો કોન્ટ્રેકટ, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ - મેચમાં નહિં રમે

જુલાઈમાં શરૂ થનારા ઈંગ્લેન્ડના પ્રવાસની તૈયારીના ભાગરૂપે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડની ટોચની કાઉન્ટી ટીમ સરે સાથે કોન્ટ્રેકટ કર્યો છે. આ ટીમે આ ડીલની માહિતી પોતાની વેબસાઈટ પર મૂકી હતી. કલબ સાથેનો કોન્ટ્રેકટ સાઈન કર્યા બાદ કોહલીએ કહ્યુ હતું કે ઘણા લાંબા સમયથી કાઉન્ટી ક્રિકેટ રમવાની મારી મહત્વાકાંક્ષા હતી. હું એલેકસ સ્ટુઅર્ટ અને સેરેનો આભારી છુ કે તેમણે મને ૨૦૧૮ની સીઝનમાં રમવાની તક આપી.

દરમિયાન સરેના ડિરેકટર એલેકસ સ્ટુઅર્ટે કહ્યું હતું કે જૂન મહિનામાં ક્રિકેટ વિશ્વનું સૌથી મોટુ નામ અમારી સાથે સંકળાવાથી અમે ઘણા ખુશ છીએ. કાઉન્ટી ક્રિકેટના ભવિષ્યને લઈને જયારે ઘણી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે વિરાટનું આગમન અમારા ઉત્સાહમાં ઘણો વધારો કરી રહ્યુ છે.

(3:47 pm IST)