Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

હવે ક્રિકેટમાં પણ રમાશે મિકસ્ડ જેન્ડર ટી-૨૦ મેચ : પ્રથમવાર રમતા દેખાશે કોહલી - મિતાલી

હરમનપ્રીત કૌરે ટ્વીટ કર્યુ

નવી દિલ્હીઃ ટેનિસથી લઈને બેડમિન્ટન સુધી ઘણી રમતોમાં મહિલા અને પુરૂષ ખેલાડી સાથે રમે છે. પરંતુ ક્રિકેટ, ફુટબોલ જેવી રમતોમાં આમ જોવા મળતું નથી. પરંતુ જો તમે ક્રિકેટમાં પણ આમ જોવા ઈચ્છો છો, જેમાં મહિલા અને પુરૂષ ક્રિકેટર એક ટીમમાં રમે, તો તમારી આ ઈચ્છા ઝડપથી પૂરી થઈ શકે છે. ભારતીય મહિલા ટી૨૦ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે આવો મેચ યોજાવાનો સંકેત આપ્યો છે.

ભારતીય મહિલા ક્રિકેટ છેલ્લા ઘણા સમયથી સારૂ પ્રદર્શન કરી રહી છે. પરંતુ તેને પુરૂષ ક્રિકેટરોની જેમ ન તો પૈસા મળે છે ન તો પ્રસિદ્ઘિ. મિતાલી રાજથી લઈને દેશની તમામ મુખ્ય મહિલા ક્રિકેટર મહિલાઓ માટે પણ આવી આઈપીએલ જેવી લીગની માગ કરી રહી છે, જેમ પુરૂષ ક્રિકેટરો માટે હોય છે. પરંતુ બીસીસીઆઈ કોઈ કારણોથી આમ કરી શકતું નથી.

મહિલાઓ માટે આઈપીએલ જેવી લીગ ભલે શરૂ ન થઈ હોય, પરંતુ મહિલા અને પુરૂષ ક્રિકેટર એક સાથે રમતા દેખાઈ શકે છે. ભારતીય મહિલા ટી૨૦ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે એક વીડિયો ટ્વીટ કરી આવા પડકારનો સ્વીકાર કરવાની વાત કરી રહી છે. આ વીડિયોમાં વિરાટ કોહલી, મિતાલી રાજ પણ ચેલેન્જ એકસેપ્ટ કરવાની વાત કરી રહ્યાં છે.

હરમનપ્રીત કૌરે ટ્વીટ કર્યું, હવે સમય આવી ગયો છે કે મહિલાઓની રમત વિશે સ્ટીરિયોટાઇટ વિચાર પૂરો કરવામાં આવે. આ કારણ છે કે હું @rcgameforlife ની સાથે ભાગીદારી કરી રહી છું અને #ChallengeAccepted કહી રહી છું. આવો મિકસ્ડ-જેન્ડર ટી૨૦ મેચ માટે પોતાનું સમર્થન આપો.

(12:57 pm IST)