Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

અક્ષર પટેલ અને અશ્વિનની સ્પિન જોડી સામે ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ 205 રનમાં ઓલઆઉટ

અક્ષર પટેલે 4, અશ્વિને 3 અને સિરાજે બે તેમજ સુંદરે એક વિકેટ ઝડપી

અમદાવાદમાં ચોથી ટેસ્ટમાં પણ  આખી ઇંગ્લીશ ટીમ અક્ષર પટેલ અને અશ્વિનની સ્પિન જોડી સામે 205 રનમાં તંબુ ભેગી થઇ ગઇ છે  ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટને ટેસ જીતવામાં નસીબે યારી તો આપી પરંતુ પ્રથમ બેટિંગનો નિર્ણય આ વખતે પણ સાર્થક પુરવાર થયો નહીં. તેની અડધી ટીમ ડબલ ફિગરમાં પણ પહોંચી શકી નહીં.

  કેપ્ટન કોહલીએ 6ઠ્ઠી ઓવરથી અક્ષરને બોલિંગની જવાબદારી સોંપતા ગુજરાતી સ્પિનરે ડેબ્યુ બાદ સતત ત્રીજી મેચમાં શાનદાર પર્ફોમન્સ ચાલુ રાખ્યું હતું. અક્ષરે માત્ર 15 રનમાં જ ઇંગ્લેન્ડના બંને ઓપનરને પેવેલિયન ભેગા કરી ટીમ ઇન્ડિયાને મોટી સફળતા અપાવી હતી

બુમરાહની ગેરહાજરીમાં પસંદગી પામેલા મુહમ્મદ સિરાજે ઇંગ્લીશ કેપ્ટન રુટને માત્ર 5 રને જ એલબીડબ્લ્યુ કરી દીધો હતો. માત્ર 30 રને ઇંગ્લેન્ડની ત્રીજી વિકેટ પડી ગયા બાદ સમયાંતરે વિકેટો પડવાનો ક્રમ ચાલુ રહ્યો હતો. જો વચ્ચે બેન સ્ટોક (55) અને ડેન લોરેન્સ (46)એ થોડો પ્રતિકાર કર્યો હતો. ભારત વતી અક્ષર પટેલે 4 , અશ્વિને 3 અને મોહમદ સીરાજે 2 તેમજ સુંદરે એક વિકેટ લીધી.

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ (IND ENG 4th Test)અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતેને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. હાલ 4 ટેસ્ટની સીરીઝમાં ભારત 2-1થી આગળ છે.

ઇંગ્લેન્ડ વતી મધ્યમક્રમમાં ત્રણ સારી ભાગદારીને કારણે ઇંગ્લીશ ટીમનો જુમલો (IND ENG 4th Test) 200ને પાર પહોંચી શક્યો. જેમાં જોની બેરિસ્ટો અને બેન્ સ્ટોક્સ વચ્ચે ચોથી વિકેટમાં 48, સ્ટોક્સ અને ઓલી પોપ વચ્ચે 5મી વિકેટમાં 43 અને પોપ તેમજ લોરેન્સ વચ્ચે 6ઠ્ઠી વિકેટમાં 45 રનની પાર્ટનરશિપ મહત્વની હતી.

અક્ષર પટેલની બોલિંગમાં ડેનિયલ લોરેન્સે પ્લેસ કર્યો અને બોલ શોર્ટ લેગ પર ઉભેલા શુભમન ગિલના શૂઝને અડીને ડિફલેક્ટ થઈને પંત પાસે ગયો, જેણે સરળ કેચ કર્યો. જોકે, રિપ્લેમાં સ્પષ્ટ થયું કે શુભમન ગિલના શૂઝને અડયા પહેલાં બોલ જમીન પર અડયો હતો. ડેન લોરેન્સ અક્ષર પટેલની બોલિંગમાં 46 રને ઋષભ પંત દ્વારા સ્ટમ્પ થયો. લોરેન્સને આઉટ કરીને અક્ષરે ઇનિંગ્સમાં ત્રીજી વિકેટ ઝડપી છે.

અક્ષરે એક જ ઓવરમાં લોરેન્સ અને બેસને પેવેલિયન ભેગા કર્યા. પહેલાં તેણે લોરેન્સને અડધી સદી કરતા અટકાવી 46 રને સ્ટમ્પ્ડ આઉટ કરાવ્યો, પછી ડોમ બેસ પણ અક્ષરની બોલિંગમાં બોલને ડિફેન્ડ કરવા જતા 3 રને એલબી થઇ ગયો. આ મેચની 70મી ઓવર હતી. જેના પહેલાં અને ચોથા બોલે બે વિકેટ પડી. બેઝે રિવ્યૂ લીધો હતો, પણ કોઈ ફાયદો થયો નહિ. તેને આઉટ કરીને અક્ષરે ઇનિંગ્સમાં ચોથી વિકેટ ઝડપી.

 

સ્કોરબોર્ડ

ઇંગ્લેન્ડ પ્રથમ દાવ :

ક્રોવલે

કો. સિરાજ બો. પટેલ

૦૯

સિબલે

બો. પટેલ

૦૨

બેરશો

એલબી બો. સિરાજ

૨૮

રુટ

એલબી બો. સિરાજ

૦૫

સ્ટોક

એલબી બો. સુંદર

૫૫

પોપ

કો. ગિલ બો. અશ્વિન

૨૯

લોરેન્સ

સ્ટ. પંત બો. પટેલ

૪૬

ફોએકેસ

કો. રહાણે બો. અશ્વિન

૦૧

બેસ

એલબી બો. પટેલ

૦૩

લીચ

એલબી બો. અશ્વિન

૦૭

એન્ડરસન

અણનમ

૧૦

વધારાના

 

૧૦

કુલ

(૭૫. ઓવરમાં ઓલઆઉટ)

૨૦૫

પતન  : -૧૦, -૧૫, -૩૦, -૭૮, -૧૨૧, -૧૬૬-૧૭૦, -૧૮૮, -૧૮૯, ૧૦-૨૦૫

બોલિંગ : ઇશાંત : --૨૩-, સિરાજ : ૧૪--૪૫-, પટેલ : ૨૬--૬૮-અશ્વિન : ૧૯.--૪૭-, સુંદર : --૧૪-.

ભારત પ્રથમ દાવ :

ગિલ

એલબી બો. એન્ડરસન

૦૦

રોહિત શર્મા

અણનમ

૦૮

પુજારા

અણનમ

૧૫

વધારાના

 

૦૧

કુલ

(૧૨ ઓવરમાં વિકેટે)

૨૪

પતન : -

બોલિંગ : એન્ડરસન : ---, સ્ટોક્સ : ---, લીચ : --૧૬-બેસ : ---

(7:30 pm IST)
  • દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા :નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,824 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,73,572 થઇ :એક્ટિવ કેસ 1,73,364 થયા વધુ 13,788 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,38,021 થયા :વધુ 113 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,584 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 8998 નવા કેસ નોંધાયા access_time 1:13 am IST

  • પાકિસ્તાનના સેનેટ ચૂંટણીમાં ખૈબર પખ્તુનખ્વાહમાં પહેલા પાઘડીવાળા શીખ પ્રતિનિધિ બન્યા ગુરદીપ :સંસદના ઉપલાગૃહ માટે થયેલી ચૂંટણીમાં અલ્પસંખ્યક સીટ પર મોટા માર્જીનથી તેના હરીફ ઉમેદવારને હરાવ્યા : ગુરદીપસિંહને સદનમાં 145માંથી 103 મત મળ્યા જયારે જમિયત ઉલેમા -એ -ઇસ્લામના ઉમેદવાર રણજિતસિંહને માત્ર 25મત મળ્યા access_time 12:49 am IST

  • મ્યાંમારમાં ભારે હિંસા : 19 પોલીસકર્મી ભાગીને ભારત પહોંચ્યા : માંગ્યું શરણ : આ તમામ મ્યાનમારની સરહદે આવેલા પૂર્વ-પૂર્વ રાજ્ય મિઝોરમના બે જિલ્લા ચંપાઈ અને શેરચિપ થઈને ભારતમાં પ્રવેશ્યા:બધા લોકો નીચલા ક્રમાંકિત પોલીસ અધિકારીઓ : તેઓ ભારતની સરહદ પર આવ્યા ત્યારે તેમની પાસે કોઈ હથિયાર નહોતા access_time 1:13 am IST