Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ટી૧૦ સુપર લિગમાં ગેઈલે ૧૨ બોલમાં ફિફટી ફટકારી

આઈપીએલ પૂર્વે ક્રિસ ગેઈલનું ધમાકેદાર પ્રદર્શન : ગેઇલે ઝડપી ફિફ્ટીના વિક્રમની બરોબરી કરી, મેચમાં ૬ છગ્ગા, છ ચોગ્ગા સાથે ૨૨ બોલમાં અણનમ ૮૪ રન

અબુ ધાબી, તા. : કેરેબિયન બેટ્સમેન ક્રિસ ગેઈલે ચાલુ વર્ષે રમાનારી આઈપીએલ ટૂર્નામેન્ટ પૂર્વે તેના અસલી ફોર્મનો પરચો આપ્યો છે. ક્રિસ ગેઈલે ટીમ અબુ ધાબી તરફથી ટી૧૦ સુપર લીગ મેચમાં મરાઠા એરેબિયન્સ સામેની મેચમાં સૌથી ઝડપી ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી છે. આટલું નહીં ઝંઝાવાતી બેટિંગની મદદથી ગેઈલે તેની ટીમને નવ વિકેટે જ્વલંત વિજય પણ અપાવ્યો હતો.

અબુ ધાબી ઝાયદ સ્ટેડિયમમાં રમાયેલી ટી ૧૦ મેચમાં ક્રિસ ગેઈલે નવ છગ્ગા અને ચોગ્ગા ફટકારીનને ૨૨ બોલમાં અણનમ ૮૪ રન કર્યા હતા. ફક્ત ૧૨ બોલમાં ફિફ્ટી ફટાકરીને ગેઈલે અગાઉ ૨૦૧૮માં મોહમ્મદ શહજાદના રેકોર્ડની બરોબરી કરી હતી. મરાઠા એરેબિયનને ટીમ અબુ ધાબીને આપેલા ૯૮ રનનો ટાર્ગેટ ગેઈલની તોફાની બેટિંગની મદદથી . ઓવરમાં પ્રાપ્ત થઈ ગયો હતો. ગેઈલે ૨૨ બોલમાં ૮૪ રન ફટકાર્યા હતા જે પૈકી ૭૮ રન તો ફક્ત બાઉન્ડ્રીથી કર્યા હતા

એરેબિયન્સે પ્રથમ બેટિંગ કરી શરાફુના ૩૩ રનની મદદથી તેમણે ૧૦ ઓવરમાં વિકેટ ગુમાવીને ૯૭ રન કર્યા હતા. ગેઈલે અબુ ધાબી વતી ધમાકેદાર શરૂઆત કરી હતી અને યામિન અહમદઝઈની ઓવરમાં સળંગ ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને ૧૮ રન કર્યા હતા. ટીમ અબુધાબીએ . ઓવરમાં એક વિકેટના નુકસાન સાથે ૧૦૦ રન કરી મેચમાં જીત મેળવી હતી.

(7:54 pm IST)